તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Pm Will Join More Than 1 Lakh Unorganized Workers In The Labor Pensions 040142

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PM શ્રમયોગી પેન્શનમાં 1 લાખથી વધુ અસંગઠિત શ્રમિકોને જોડાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા જિલ્લા તંત્ર દ્વારા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના હેઠળ શહેર-જિલ્લાના અસંગઠીત શ્રમયોગીની નોંધણી કરવાની ઝુંબેશ ઉપાડી છે. મહિને રૂ.15 હજારથી ઓછી આવક ધરાવતા અસંગઠીત કામદારો આ યોજનાનો લાભ મેળવી શકશે. શ્રમયોગીએ યોજના અંતર્ગત જે પ્રીમીયમ ભરવાનું થશે તેના અડધા નાણા સરકાર ભરશે. 60 વર્ષની ઉંમર બાદ શ્રમયોગીને મહિને રૂ.3 હજાર પેન્શન મળશે.

જીલ્લા કલેક્ટર શાલીની અગ્રવાલના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા અસંગઠીત શ્રમયોગીઓને તેમની નિવૃત્તિ બાદ પેન્શન મળી રહે તે માટે પ્રધાનમંત્રી શ્રમયોગી પેન્શન યોજના શરૂ કરી છે. જેમાં 18 થી 40 વર્ષની વયના કોઈ પણ અસંગઠીત કામદારો તેનો લાભ લઈ શકશે. જિલ્લામાં અસંગઠીત કામદારોમાં બાંધકામ શ્રમયોગી,આયુષ્યમાન યોજનાના લાભાર્થી,મધ્યાહન ભોજનના વર્કર,બીડી કામદારો,ખેતમજુરો, રીક્ષા ચાલકો,આશા વર્કરો,આંગણવાડી વર્કરો,હેન્ડલુમ કારીગરો,ઘરેલુ કામદારો,હોમ બેઈઝ વર્કરો તથા એપીએમસીમાં કામ કરતા મજુરો જેમની આવક માસીક રૂ.15 હજાર કરતા ઓછી હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો