તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્લેટફોર્મ ટિકિટની કિંમતમાં અમદાવાદ, સુરત જઇ શકાય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસની વધતી અસરને રોકવા રેલ્વે વિભાગે પ્લેટ ફોર્મ ટીકીટના ભાવ રૂ.10થી વધારી રૂ. 50 કર્યો છે. ત્યારે રૂ 50 માટે ટ્રેનમાં અમદાવાદ જઈને વડોદરા પરત આવી શકાય તેવો મુસાફરોમાં ગણગણાટ શરૂ થયો છે.

કોરોના વાયરસને વધતો અટકાવવા રેલ્વે વિભાગે રૂ. 10 નો ખર્ચ કરી પ્લેટફોર્મ પર ધામો નાખતા લોકોને કારણે તેમજ સંબંધીઓને મુકવા આવતા લોકો ઓછી સંખ્યામાં રેલવે પ્લેટફોર્મ પર પહોંચે અને ભીડ ઓછી થાય તે આશયથી રેલ્વે વિભાગે પ્લેટફોર્મ ટીકીટની કિંમત રૂ. 50 કરી છે. જોકે રૂ. 50માં તો સુરત અને વાપી વલસાડ સુધી, અમદાવાદ જઈને પરત આવી શકાય છે તેવી મુસાફરોમાં ભારે ચર્ચા ફેલાઈ છે. પ્લેટફોર્મ ટીકીટ સાથે રૂ 5 વધુ ખર્ચી મધ્યપ્રદેશના રતલામ પહોંચી શકાય છે. કોરોના વાયરસના કારણે રેલ્વે વિભાગે રેલ્વે સ્ટેશન પર ભીડ ઘટાડવા પ્લેટફોર્મ ટીકીટની કિંમત રૂ. 10થી વધારી રૂ 50 કરી છે.

જોકે મુસાફરોએ રૂ. 50 કરતા ઓછી ટીકીટ લઈ પ્લેટફોર્મ પર જવાનો નવો કીમિયો શોધી કાઢ્યો છે. વડોદરા નજીક બાજવા
જવાની ટીકીટનો દર રૂ. 10 છે અને તેની વેલીડિટી આખા દિવસની છે. તો મુસાફરો રૂ. 50 ની જગ્યાએ રૂ. 10 ખર્ચી પ્લેટફોર્મ પર જઈ
રહ્યા છે.

બાજવાની ~10ની ટિકિટ, વેલિડિટી આખા દિવસની

પ્લેટફોર્મ ટિકિટના ~50, વધુ ~5 ખર્ચો તો રતલામ જવાય

અન્ય સમાચારો પણ છે...