તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Plastic Tide Turner Challenge Campaign To Protect The Environment 080553

પર્યાવરણ બચાવવા પ્લાસ્ટિક ટાઇડ ટર્નર ચેલેન્જ અભિયાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

સોક્લીન સોસાયટી ફોર ક્લીન એન્વાયર્નમેન્ટ તેમજ યુ.એન. એન્વાયર્નમેન્ટ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ તેમજ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે પ્લાસ્ટિક ટાઇડ ટર્નર ચેલેન્જ નામનું અભિયાન ચલાવવામાં આવે છે. જેના અંતર્ગત કોલેજ તથા સ્કૂલના શિક્ષકો માટે માર્ગદર્શન માટેનો કાર્યક્રમ 1 ઓક્ટોબરના રોજ રાખવામાં આવ્યો છે.

પ્લાસ્ટિકના ઉપયોગથી દરયાઇ જીવસૃષ્ટિ સહિત પર્યાવરણને ભારે નુકસાન થઇ રહ્યું છે. યુવાનો ખાસ કરીને શાળાનાં બાળકોમાં પ્લાસ્ટિકના ઓછામાં ઓછા વપરાશ માટે તથા પ્લાસ્ટિક ફ્રી વાતાવરણ બનાવવા માટે સભાનતા આવે તેવા આશયથી આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્લાસ્ટિક ટાઇડ ટર્નર ચેલેન્જનું આયોજન કર્યું છે. ત્રણ લેવલ પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ લેવલમાં ભાગ લેનાર પ્લાસ્ટિકનો વપરાશ કેવી રીતે ઘટાડી શકાય તે વિશેની તમામ જાણકારી મેળવશે. બીજા તબક્કામાં પસંદ થનાર યુવાનો સોસાયટીમાં પ્લાસ્ટિકનો ઓછો વપરાશ કેવી રીતે કરી શકાય તેના પર કેમ્પેઇન કરશે. ત્રીજા લેવલને ચેમ્પેઇન લેવલ નામ અપાયું છે. જેમાં પસંદ થનાર યુવાનો જાહેર જગ્યા પર આવેલાં તળાવોની સફાઇ,સમાજના વધારેમાં વધારે લોકોને પ્લાસ્ટિક ફ્રીની ડ્રાઇવમાં જોડવા સહિતની પ્રવૃત્તિઓ કરશે. ત્રણેય તબક્કાઓ પૂરા કરનાર યુવાનોને યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ,સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન તથા સોક્લીન તરફથી માર્ગદર્શક તરીકેનું સર્ટિફિકેટ આપવામાં આવશે. 1 ઓકટોબરના રોજ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્નમેન્ટલ સ્ટડીઝના કોન્ફરન્સ હોલમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...