શહેરમાં નિ:શુલ્ક વેલનેસ એન્ડ હેલ્થ એક્સ્પોનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાણાયામ લંગ એન્ડ હાર્ટ ઇન્સ્ટિયૂટ દ્વારા સતત બીજા વર્ષે વેલનેસ એન્ડ હેલ્થ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ અને બીમારીઓના નિદાન અને સારવાર માટેની માહિતી આપવામાં આવશે. આગામી રવિવારના રોજ સૂર્ય પેલેસ ખાતે યોજાનાર આ એક્સ્પોમાં શહેરીજનોને ફ્રીમાં અવેરનેસ માટેની કામગીરી કરવામાં આવશે. આ એક્સ્પોમાં શહેરની 15 પ્રતિષ્ટિતઃ હોસ્પિટલોના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો હાજર રહેશે અને લોકોમાં વિવિધ રોગોને લગતી ખોટી માન્યતાઓ અને ખોટા સારવારના ઉપાયો અંગે જાગૃતતા આપવામાં આવશે. આ ઉપરાંત વિવિધ રોગોના નિદાન અને સારવારની અત્યાધુનિક પદ્ધતિઓ અને તકેદારીના પગલાઓ અંગે માહિતી આપવામાં આવશે. આ એક્સ્પોમાં હેલ્થને લગતી વિવિધ ગેમ્સ અને પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તદુપરાંત તાજેતરમાં જ બાળકોમાં વધુ પ્રસરી રહેલ સ્ક્રીન એડિક્શન માટે પણ સ્પેશિયલ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. યોજાનાર આ કાર્યક્રમમાં શહેરન તમામ ઉંમરના લોકો નિ:શુલ્ક જોડાઇ પોતાની હેલ્થ તથા પોતાના પરિવારજનોની હેલ્થ વિશે પણ માહિતી લઇ શકશે.

Health Expo

અન્ય સમાચારો પણ છે...