તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાંચમાં જેલમાં ગયેલી PF ઓિફસર પત્નીનું Rs.30 લાખનું અધૂરંુ કામ કરવા જતાં પતિ 5 લાખની લાંચ લેતાં પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પત્નીએ અગાઉ 30 લાખ માગ્યા હતા, નોટિસની પતાવટ માટે પતિ રજનીશે Rs.20 લાખ માગ્યા
ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસર દંપતી પૈકી પત્ની પારુ તિવારી રૂા. 1 લાખની લાંચમાં પકડાયા બાદ 24 દિવસે તેના પતિ રજનીશ તિવારીને ગાંધીનગર સીબીઆઇએ રૂા.5 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. કન્સ્ટ્રકશન કંપનીનો સર્વે કરવા ગયેલી પારુ તિવારીએ રૂા. 30 લાખની લાંચ માગ્યા બાદ અન્ય કેસમાં પકડાઇ જતાં તેનો અધૂરો કેસ પતિ રજશીન પાસે આવતાં તેણે રૂા. 20 લાખની લાંચ માગી રૂા. 10 લાખ પર નક્કી થયું હતું. શુક્રવારે બપોરે તેના પહેલા હપ્તાના રૂા. 5 લાખ લેવા જૂના પાદરા રોડ રિલાયન્સ મોલ પાસે સીબીઆઇના છટકામાં પકડાઇ ગયો હતો. ટીમે પીઅેફ ઓફિસ અને રજનીશના ઘરે 7 થી વધુ કલાક સર્ચ હાથ ધરી રૂા.4 લાખ રિકવર કર્યા હતા.

સૂત્રો અનુસાર, અકોટા સ્થિત પીએફ ઓફિસમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર પારુ તિવારીએ અક્ષરચોક વિસ્તારની કન્સ્ટ્રકશન કંપનીનો સર્વે કરી રૂા. 30 લાખની લાંચની માગણી કરી હતી. દરમિયાન ગત 16 ઓક્ટોબરે શહેરની આઇટી કંપનીના મહિલા સંચાલક પાસેથી રૂા. 1 લાખની લાંચ લેવાનો કેસ થયાં બાદ 17 િડસેમ્બરે પારુ તિવારીની એસીબીએ ધરપકડ કરી હતી. ત્યારબાદ આ કેસ પીઅેફ ઓફિસમાં જ એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા તેના પતિ રજનીશ તિવારીને સોંપાયો હતો. રજનીશે પણ કંપનીમાં કામ કરતા કામદારો કાયમી જ હોવાનું કહી તેમનો પીએફ નહિ કપાતો હોવાનું જણાવી નોટિસ બજાવી હતી આ નોટિસ કલીયર કરવા લાંચના રૂા. 20 લાખની માગણી કરી હતી. ત્યારબાદ રૂા.10 લાખ નક્કી થયા હતા. શુક્રવારે તેના પહેલા હપ્તાના રૂા. 5 લાખ ચૂકવવાના હતાં. કંપનીના ભાગીદારે ગાંધીનગર સીબીઆઇને ફરિયાદ કરતાં બપોરે 12:15 કલાકે જૂના પાદરા રોડ રિલાયન્સ મોલ પાસે છટકું ગોઠવ્યું હતું. રજનીશ લાલ કલર સ્વીફ્ટની કાર લઇને મોલની સામેની બાજુઅે દીપ પાર્ટી પ્લોટના ગેટ પાસે જતાં કંપનીનો કર્મચારીએ રૂા. 5 લાખ ભરેલી બેગ આપી હતી. રજનીશે લાંચના રૂપિયા સ્વીકારતાં જ નજીકમાં ઉભી રહેલી સીબીઆઇની ટીમના 16 અધિકારી-કર્મચારીએ કોર્ડન કરી લીધા હતાં. કારને પીએફ ઓફિસમાં લઇ જઇ ઘનિષ્ઠ ચેકિંગ કર્યું હતું. ત્યારબાદ ઓફિસર રજનીશના ટેબલ, કમ્પ્યૂટર સહિતના સ્થળે ઝીણવટપૂર્વકની તપાસ કરી હતી. સીબીઆઇની અન્ય ટીમે રજનીશના સનફાર્મા રોડ ભક્તી ટેનામેન્ટ સ્થિત ઘરે પણ સર્ચ કર્યું હતું, જે રાત્રે 8 વાગ્યા બાદ પણ ચાલુ હતું. ચોંકાવનારી વાત તો એ છે કે, પત્ની લાંચમાં પકડાયા બાદ તેનો કેસ પતિને સોંપવા પાછળ અનેકવિધ શંકાકુશંકાઓ સેવાઇ રહી છે.

પીએફ એન્ફોર્સમેન્ટ અોફિસર પારુ તિવારી 24 િદવસ પહેલાં 1 લાખની લાંચમાં પકડાઈ હતી
રજનીશ (પતિ) 5 લાખની લાંચમાં ઝડપાયો

9 અધિકારીઓએ રજનીશની પુછપરછ કરી, 2 કર્મચારીઓએ સર્ચ કર્યું, 3 બહાર પહેરો ભરતાં હતા, 2 કર્મચારી દ્વારા ઘરે કમ્પ્યુટરમાં તપાસ
પ્રેમ લગ્ન કરી 58 દિવસમાં એક જ ડિપાર્ટમેન્ટમાં જોડાયાં
રૂા.5 લાખની લાંચ લેતા સીબીઆઈના હાથે પકડાયેલા રજનીશ તિવારી તા. 24 જૂન 1998ના રોજ વડોદરા ખાતે આવેલ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે જોડાયો હતો જ્યારે તેની પત્ની પારુ તિવારી તા. 20 ઓગસ્ટ 1998 એટલે કે 58 દિવસ બાદ આજ ઓફિસમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે જોડાઇ હતી. અેક સાથે કામ કરતા બંને ઓફિસરે તા. 2 માર્ચ 2012ના રોજ પ્રેમલગ્ન કર્યા હતા.

તારીખ ઃ 11-01 - 2019

પત્ની પારુ તિવારી સાથે PF ઓફિસમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે નોકરી કરતો હતો. પત્નીએ નોટીસની પતાવટ માટે જે કંપની પાસે 30 લાખની લાંચ માગી હતી તેની પાસે પહેલાં 20 લાખની માંગ કર્યા બાદ 10 લાખ નક્કી કરી 5 લાખ લેતાં પકડાયો.

જૂના પાદરા રોડ રિલાયન્સ મોલ પાસે છટકંુ લાલ કારમાં આવેલા રજનીશને દબોચ્યો
3000 થી વધુ ઘર બનાવનાર કંપનીને નોટિસ અાપી હતી
વડોદરા | ઓ.પી રોડ પાસે આવેલ કન્સ્ટ્રક્શન કંપનીએ અત્યાર સુધી 28 લાખ સ્કે.ફૂટ બાંધકામ, 31 મોટા પ્રોજેક્ટ અને 3000થી વધુ ધર વિવિધ જગ્યાએ બનાવ્યા છે. પરંતુ તેઓના કાયમી કર્મચારીઓ પૈકીના કેટલાક કર્મચારીઓનો પી.એફ કાપતો નથી. તે સંદર્ભે કંપનીને પી.એફ વિભાગે નોટિસ આપી હતી. આ નોટિસના સંદર્ભે પારૂ તિવારીને આ કેસ સોંપવામાં આવ્યો હતો. જે પેટે પારૂએ કંપની પાસેથી લાંચ પેટે 30 લાખ માંગ્યા હતા. પરંતુ બીજા કેસમાં લાંચ લેવા બાબતે પારૂની ધરપકડ થતા આ કેસ તેમના પતિ રજનીશ તિવારીને સોંપવામાં આવ્યો હતો. ત્યારે રજનીશે આ કેસની પતાવટ માટે કંપની પાસેથી 20 લાખ લાંચ પેટે માંગી 10 લાખમાં નક્કી કર્યું હતું. પરંતુ 5લાખ લેતા પકડાઈ ગયો હતો.

પારુ (પત્ની) 1 લાખની લાંચમાં પકડાઈ

તારીખ ઃ 17-12 - 2018

પીએફ ઓફિસમાં એન્ફોર્સમેન્ટ ઓફિસરની ફરજ બજાવતી હતી. પીએફ ઓફિસમાંજ કામ કરતાં રજનીશ તિવારી સાથે 2012માં પ્રેમ લગ્ન કર્યા હતા. 16 અોક્ટોબરે રૂા.1 લાખની લાંચનો ગુનો નોંધાયા બાદ 17 ડિસે. ધરપકડ થઇ હતી.

પીએફ ઓફિસમાં પહેલીવાર પતિ-પત્ની પકડાયાં
PFના કર્મચારીઓનો બળાપો લોકો અમને લાંચિયા ગણે છે
ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

પીએફ ઓિફસમાં એન્ફોર્સમેન્ટ અોિફસર પદે નોકરી કરતાં પતિ-પત્ની લાંચ લેતા પકડાયા હોવાનો પહેલો બનાવ બન્યો હતો. પીએફ િવભાગે 10 જાન્યુઅારીએ િનધિ અાપકે િનકટ કાર્યક્રમ હેઠળ પીએફમાં ફાળો અાપતાં કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લોક દરબાર યોજાયો હતો. જોગાનું જોગ તેના બીજાજ દિવસે લાંચ લેતા અધિકારી પકડાયો હતો.

શુક્રવારે સાંજે પીએફ કચેરી બહાર ચ્હા પીવા ઉતરેલા કર્મચારીઓમાં પણ સતત આ લાંચ કેસની જ ચર્ચા ચાલતી હતી. પીએફ અોફિસના કર્મચારીઓએ તો પોતાની વેદના ઠાલવતા કહ્યું કે, આવા એકાદ બે લોકોના કારણે અમારી કચેરીની બદનામી થાય છે. લોકો અમને પણ શંકાની નજરે જોઇ રહ્યા છે. ખરેખર, આવા લોકોની હકાલ પટ્ટી કરી કચેરીમાંથી બાદબાકી થવી જોઇએ. તેવો પણ બળાપો ઠાલવ્યો હતો.

ઓફિસમાં કાગળ અટવાઇ જતાં વૃદ્ધનો ધ્રુજારો
નાયકના અનિલકપૂરને બોલાવો!
આ બંનેના લીધે સોસાયટી ફેમસ થઇ ગઇ, અેમને કાઢો
ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

પીઅેફ ઓફિસમાં કામ અર્થે આવતા લોકોને બપોરે 4 વાગ્યા સુધી ગેટ પાસ અપાતા હતાં. અેન્ફોર્સમેન્ટ ઓફિસર લાંચ લેતા પકડાતા કામગીરીની ગતિ ધીમી પડી હતી. એક વૃદ્ધ સુરેશભાઇ પીએફના કામ અર્થે ઓફિસમાં આવ્યા હતાં. સીબીઆઇની કામગીરીના કારણે તેમનું એક કાગળ અટવાઇ ગયું હોવાથી 2 કલાકથી વધુ સમય કચેરીની બહાર જ આંટાફેરા મારવાની નોબત આવતા તેઓ અકળાયા હતાં. તેમણે કહ્યું કે, હવે અનિલકપૂરને બોલાવો. નાયક ફિલ્મમાં અનીલકપૂર ભ્રષ્ટાચારીઓ સામે જેમ 24 કલાકમાં જ કાર્યવાહી કરે તેમ પીએફ ઓફિસમાં પણ કરી દે. સનફાર્મા રોડ પર આવેલી ભક્તિ ટેનામેન્ટ સ્થિત રજનીશ અને પારુ તિવારીના ઘરે સીબીઆઇની ટીમે સર્ચ કર્યું હતું. પારુ તિવારી હાલ જેલમાં હોવાથી તેના દીકરા અને દીકરી સાથે પારુના માતા-પિતા તેમની સાથે રહે છે. આજે રજનીશ પકડાતા સીબીઆઇના સર્ચના પગલે સોસાયટીના લોકોમાં પણ સળવળાટ શરૂ થયો હતો. કેટલાક લોકોએ તો એવું કહ્યું કે, આ બંને પતિ-પત્નીના કારણે સોસાયટી ફેમસ થઇ ગઇ છે, હવે એમને અહિથી કાઢો. અધુરામાં પુરુ તાજેતરમાં સહારા ક્યુ શોપના કૌભાંડમાં પકડાયેલો બળવંતસિંહ પણ ભક્તિ ટેનામેન્ટમાં જ રહેતો હોવાનો પણ લોકોએ વસવસો વ્યક્ત કર્યો હતો.

રજનીશની કારની તલાશી લેતાં CBIના અધિકારીઓ

ડૉ.રાજુ (સાળો) પૈસા લઇ બાળકો વેચતો હતો

16 સભ્યોની ટીમની PF ઓફિસ અને રજનીશના ઘરે સર્ચ : 4 લાખ િરકવર કર્યા
તારીખ ઃ 15-11 - 2018

છોટાઉદેપુરમાં કેસર હોસ્પિટલ ચલાવી બાળકોનું વેચાણ કરતો મુખ્ય સૂત્રધાર ડો.રાજુ પારુ તિવારીનો સગો ભાઈ છે. બાળકો વેચવાનો કારોબાર 8 વર્ષથી ચલાવતો હતો. તેણે 20 બાળકો વેચ્યાં હતા. 15 નવેમ્બરે પકડાયો હતો.

સીબીઅાઈની એક ટીમે રજનીશના સનફાર્મા રોડ, ભક્તિ ટેનામેન્ટ સ્થિત ઘરે સર્ચ હાથ ધર્યું હતંુ.

14 બિલ્ડર ગ્રૂપો પર કરેલા દરોડામાં પણ રજનીશ હતો
વડોદરા | 11 અોગસ્ટ 2015ના રોજ પીએફ ઓફિસની 4 ટીમોએ અક્ષર રિયાલિટી ગ્રૂપ સહિત 14 બિલ્ડરોને ત્યાં દરોડા પાડ્યા હતાં. આ દરોડામાં રજનીશ તિવારી પણ જોડાયેલો હતો. તપાસમાં 717 કામદારોનું પીઅફ નહિ કપાતું હોવાનું શોધી કાઢી શોકોઝ નોટિસો આપી હતી. અધિકારીઓએ કામદારોને તેનું પીએફ કાપવામાં આવે છે કે નહિ તેવા સીધા સવાલ કર્યા હતાં.પીએફ અોફિસના કર્મચારીઓ તેમજ આસપાસના લોકોને પૂછતા રજનીશ સ્વભાવે સારો પણ રૂપિયા માટે હંમેશા તત્પર રહેતો હતો. 7 વર્ષ પહેલા ભરૂચમાં પણ તેમનો આવો જ ઇસ્યુ થયો હતો. ડ્રાઇવરોની લારી તેમજ નજીક ફ્લેટોના સિક્યુરીટી સાથે બેઠકોમાં રજનીશની અઠવાડિયામાં અાવી 3-4 બેઠકો થતી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...