લોકોને શાકભાજી ઘેરબેઠાં મળ્યું,વધુ ભાવની ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાઇપ્ડ ગેસ જોડાણ ધરાવતા 1.50 લાખ ગ્રાહકો પૈકી લોકડાઉનના કારણે બિલ ભરવાથી વંચિત રહી ગયા હોય તેવા ગ્રાહકોને બિલ ભરવાની મુદતમાં વધારો કરી આપવાની સાથોસાથ પેનલ્ટી ભરવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.

રાજય સરકારે અગાઉ તા.31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કર્યુ હતુ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે. શહેરમાં પાઇપ્ડ રાંધણ ગેસ ધરાવતા 1.50 લાખ ગ્રાહકો છે અને તેમને દર બે મહિને ગેસ બિલ વડોદરા ગેસ લિ. તરફથી આપવામાં આવે છે. છેલ્લા પંદર દિવસમાં જે ગેસ ગ્રાહકોને ગેસ બિલ ભરવાના હતા પણ કોઇ કારણોસર ભરી શકયા નથી તેમના ગેસ જોડાણ યથાવત રહેશે અને લોકડાઉનની મુદત પૂરી થયા બાદ બીજા દસ થી પંદર દિવસ સુધી વિલંબિત ચૂકવણી ચાર્જ બિલ પર નહીં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પાઇપ્ડ ગેસના બાકી બિલ ભરવાની પણ મુદતમાં વધારો કરવામાં આવ્યો છે અને લોકડાઉન પૂરુ થયા બાદ પણ બીજી મુદત નક્કી થાય ત્યાં સુધી પેનલ્ટી વગર બિલ ચૂકવી શકશે તેમ વડોદરા ગેસ લિ.ના ડાયરેકટર શૈલેશ નાયકે જણાવ્યું હતું.

પાઇપ્ડ ગેસના ગ્રાહકોને પેનલ્ટીમાંથી મુક્તિ અપાઇ

સિટી રિપોર્ટર | વડોદરા

કોર્પોરેશન દ્વારા શાકભાજીનાં મોટાં માર્કેટ બંધ કરીને ગલી, પોળો અને સોસાયટીઓમાં શહેરીજનોને શાકભાજી મળે તેની વ્યવસ્થા ગોઠવી છે. શુક્રવારે 1500 લારીઓ તેમજ 2400 ટ્રેક્ટર મારફતે સંપૂર્ણ શહેરમાં શાકભાજી પહોંચાડવામાં આવ્યું હતું.

માંજલપુર, મકરપુરા, સુશેન જેવા વિસ્તારોમાં લોકડાઉન હોવાથી ફેરિયાઓ લારીઓમાં શાકભાજી લઈને જવાનું વિકટ પડતું હોવાથી પહોંચી શકતા ન હતા. જેથી પાલિકા દ્વારા 1500 લારીઓ તેમજ 2400 ટ્રેક્ટરની વ્યવસ્થા કરીને શાકભાજીને શહેરના ખૂણે-ખૂણે પહોંચાડી હતી. પોળો તેમજ સોસાયટીમાં સવારથી જ ફેરિયાઓ શાકભાજી લઈને પહોંચતાં ખાસ કરીને મહિલાઓને રાહત થઈ હતી. પોલો ગ્રાઉન્ડમાં જાણે લોકમેળો ભરાયો હોય તેવી પરિસ્થિતિ સર્જાતાં તંત્ર દ્વારા તાત્કાલીક શહેરનાં તમામ શાક માર્કેટ, હાથીખાના અને ચોખંડી બજારને બંધ કરી દેવાનો નિર્ણય લીધો હતો. જ્યારે લોકોને ઘરે જ શાકભાજી મળે તે માટે વ્યવસ્થા કરી હતી. જોકે ઘણી જગ્યાઓ પર શાકભાજી અને અનાજના વધુ ભાવ લેવાતા હોવાની ફરિયાદો મળતાં રાજ્યમંત્રી યોગેશ પટેલે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને કાળાબજાર સામે કડક પગલાં લો અને દુકાનો સીલ કરવા સૂચના આપી હતી.

મંત્રી યોગેશ પટેલે કલેકટરનું ધ્યાન દોર્યું

લોકડાઉન બાદ 15 િદવસ સુધી બિલ ભરી શકાશે

1.50 લાખ ગ્રાહકોને રાહત મળશે
અન્ય સમાચારો પણ છે...