- Gujarati News
- National
- Vadodara News Payment Of Bills In The Corporation At The End Of The Financial Year 074058
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નાણાંકિય વર્ષ પૂર્ણ થતા પાલિકામાં બિલોનો ભરાવો
નાણાકિય વર્ષ 2019-20 પૂરું થવા આડે 17 દિવસ બાકી રહ્યા છે ત્યારે વિકાસનાં કામો માટેનાં બિલોનો ભરાવો ના થાય તે માટે વહેલી તકે બિલો મંજૂરી માટે રજૂ કરવાની ટકોર સાથે પરિપત્ર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, પાલિકાના કર્મચારીઓનો પગાર પણ આગામી મહિને 5 તારીખ બાદ થશે.
સને 2019-20નું નાણાકિય વર્ષ તા.31 માર્ચના રોજ પૂરું થઇ રહ્યું છે અને નામાકિય વર્ષ દરમ્યાન પાલિકાના સંબંધિત વિભાગ દ્વારા સંલગ્ન બજેટમાં મંજૂર થયેલી જોગવાઇ મુજબ કરવામાં આવેલાં કામો અથવા ખર્ચનાં બિલો પ્રસ્થાપિત કાર્યપદ્ધતિ પ્રમાણે તૈયાર કરી હિસાબી શાખા મારફતે ઓડિટ શાખામાં નિશ્ચિત મુદતમાં રજૂ કરી,મંજૂર કરાવી તેનાં ચૂકવણાં કરવાં જરૂરી છે.
આ મામલે પાલિકાની હિસાબી શાખાને આર્થિક વ્યવસ્થા કરવાની થતી હાેવાથી બજેટને અનુલક્ષીને રૂા.5 લાખ કે તેથી વધુ ચૂકવવાપાત્ર થતી રકમના કામના નામસહની વિગતો 7 દિવસમાં હિસાબી શાખામાં રજૂ કરવાનાે આદેશ જારી કરાયો છે. તેવી જ રીતે, આવકવેરાના નિયમો મુજબ માર્ચના ટીડીએસની રકમ કપાત કરી તા.30 એપ્રિલ સુધીમાં જમા કરાવવાની છે અને બીજી તરફ, હિસાબી શાખા-સંલગ્ન ઝોનલ કચેરી ખાતે આવેલાં બિલો તા.27 માર્ચ પહેલાં ઓડિટ શાખામાં રવાના કરવાનાં રહેશે.
મંજૂર થયેલાં બિલો ચૂકવણા માટે તા.15 એપ્રિલ સુધીમાં હિસાબી શાખામાં મોકલવાનાં રહેશે અને જે બિલો બાબતે ઓડિટ વાંધો લેવામાં આવેલો હોય તેવાં બિલ તા.10 એપ્રિલ સુધીમાં ચૂકવણા અર્થે મોકલવાનાં રહેશે અને ત્યારબાદ બિલો સ્વીકારવામાં આવશે નહીં.
15 એપ્રિલ સુધીમાં ચૂકવણાં કરવા મંજૂરીનો આદેશ
પાલિકામાં માર્ચ મહિનાનો પગાર 5 એપ્રિલ બાદ થશે