તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલના મેડિકલ સ્ટોર્સ બંધ રહેતાં દર્દીઓ અટવાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | શહેરમાં લોકડાઉનને પગલે હોસ્પિટલો ચાલુ રખાઇ છે પણ મોટી હોસ્પિટલો સાથે સંકળાયેલા મેડિકલ સ્ટોર્સ બંધ થતાં દર્દીઓના પરિવારજનો અટવાઇ ગયા હતા. આવા પરિવારજનો કરફ્યુ દરમિયાન પણ પોલીસને મળી આવતાં અને તેમની વ્યથા જાણ્યા બાદ ઉચ્ચ કક્ષાએ પણ જાણ કરાતા તેની નોંધ લેવાઇ હતી. જેના પગલે ડ્રગ કમિશનર ડો. હેમંત કોશિયાએ તમામ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશનને જાણ કરી છે કે આવા હોસ્પિટલો સાથે સંકળાયેલા મેડિકલ સ્ટોર્સ પણ ચાલુ રખાય જેથી દર્દીઓના પરિવારજનો અટવાય નહીં.
અન્ય સમાચારો પણ છે...