તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Pastor Tal The Congress Party Candidate For The Teethore Seat Of Pt 075040

પાદરા તા. પં.ની તિથોર બેઠક માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારે ફોર્મ ભર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા તાલુકા પંચાયતની તિથોરની સામાન્ય ક્વાેટાની બેઠક ખાલી પડતાં 29 ડિસેમ્બરના રોજ પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી 14 ડિસેમ્બરના રોજ મહેશભાઈ પરમારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પેટા ચૂંટણીની મતગણતરી 31 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. આ પેટા ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગના કાર્યાલય ખાતે અલગથી કંટ્રોલ રૂમની વ્યવસ્થા પણ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2015માં તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પાદરા તાલુકા પંચાયતની તિથોર બેઠકમાંથી કોંગ્રેસ પક્ષના જશભાઈ પરમાર ચૂંટાઈને આવ્યા હતા. પરંતુ તેમનું નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી. જેથી રાજ્ય ચૂંટણી આયોગે ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...