તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Partner Selection Convention By Vishwakarma Panchal Samaj Trust 073610

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વકર્મા પંચાલ સમાજ ટ્રસ્ટ દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિશ્વકર્મા પંચાલ સમાજ ટ્રસ્ટ તરફથી પંચાલ,મિસ્ત્રી, લુહાર, સુથાર, ગજ્જર, વૈશ્ય, જ્ઞાતિબંધુઓ માટે વડોદરામાં જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુવક-યુવતીઓએ પોતાના પાસપોર્ટ સાઇઝ ફોટા અભ્યાસનું સર્ટિફિકેટ જરૂરી ફી સાથે પ્રમુખ દિલીપ કુમાર વિઠ્ઠલ ભાઈ પંચાલ ચોખંડી, કંસારા પોળની અંદર વડોદરા ખાતે સંપર્ક કરવા જણાવાયું છે. બપોરે 12.00 થી 3.00 સુધીમાં ફોર્મ ભરી જવાના રહેશે. પસંદગી સંમેલનમાં 21 થી લઈને 70 વર્ષ સુધીના સમાજ બંધુઓ ભાગ લઇ શકશે, જીવનસાથી પસંદગી સંમેલન તા. 26 જાન્યુઆરી 2020ને રવિવારના રોજ સવારે 7.00 થી 4.00 કલાકે કંદોઈ પ્રતાપ નગર પુલ પાસે રાખવામાં આવેલ છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિવેકાનંદ પ્રા. શાળાનો વાર્ષિકોત્સવ યોજાયો
જબુગામ દશાલાડ સમાજ વડોદરાનું સ્નેહ મિલન
વડોદરા શહેરમાં વસતા જબુગામ દશાલાડ સમાજ દ્વારા તા.13 જાન્યુઆરીને સોમવારને 2020ના રોજ સાંજે 4.30 કલાકે મહિલાઓ માટે સર્વોત્તમ સ્તોત્ર પાઠ અને સાંજે 6.30 કલાકે સાંસ્કૃતિક રમત-ગમતના કાર્યક્રમનું આયોજન સંખેડા દશાલાડ ભવન, વાઘોડિયા રોડ, વડોદરા ખાતે રાખવામાં આવેલ છે.

માંજલપુર લાયન્સ દ્વારા નિઃશુલ્ક ડાયાબિટી કેમ્પ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત વિવેકાનંદજીની જન્મ જયંતી પ્રસંગે સ્વામી વિવેકાનંદ પ્રા. શાળા ખાતે વાર્ષિકોત્સવમાં તેજસ્વી તારલા, કલાક્ષેત્રે તથા ગણિત-વિજ્ઞાન ક્ષેત્રે, રમત ગમત ક્ષેત્રે પ્રથમ, દ્વિતીય, તૃતીય વિદ્યાર્થીઓને શિલ્ડ તથા ઇનામો અર્પણ કરી સન્મામિત કર્યા હતા.

ઓમ નમઃશિવાય’ના મંત્રજાપનું આયોજન
આજે દિવ્ય જીવન સંઘ દ્વારા તા.13 જાન્યુઆરીને 2020ને સોમવારના રોજ વિશ્વશાંતિ માટે સાંજે 5.30 થી 6.30 કલાકે ‘ઓમ નમઃશિવાય’ના મંત્રજાપનું આયોજન તેમજ સાંજે 5.30 થી 7.00 કલાકે રામજી મંદિરની પોળ, આનંદપુરા, રાવપુરા ખાતે નિઃશુલ્ક હોમિયોપથી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

માંજલપુર લાયન્સ દ્વારા ગાજરાવાડી ખાતે નિઃશુલ્ક ડાયાબિટીસ કેમ્પનું આયોજન આરસી હેમલત્તા ઉમટ, પ્રમુખ કે.સી. શર્મા, મંત્રી ગૌરવ કોઠારી, શુંભાગિનીબેનની હાજરીમાં કરાયું હતું.

વાકળ વિદ્યાલય, બાજવામાં સરદાર પટેલની પ્રતિમાની અનાવરણ વિધિ
વાકળ વિદ્યાલયમાં કિરીટભાઈ ડાહ્યાભાઈ પટેલના પરિવાર તરફથી સરદાર પટેલની પ્રતિમાની અનાવરણ વિધિ રાજ્યમંત્રી યોગેશ પટેલ, પ્રમુખ હસમુખભાઈ અમીન ,મંત્રી નરેન્દ્રભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ધારાસભ્ય સીમાબેને કરી હતી.

વડીલો માટે દાંતના રોગોનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે
જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન, માંજલપુર અને દંતાલયના સંયુક્ત ઉપક્રમે વડીલો, બાળકો અને જાયન્ટસ પરિવારજનો માટે દાંતના રોગો માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન તા.14 જાન્યુઆરીનેે મંગ‌ળવારના રોજ દંતાલય, એસ.કે.પટેલ સ્કવેર, મલ્હાર પોઇન્ટ, O.P. રોડ, વડોદરા ખાતે સવારે 11.00 થી 1.00 કલાકે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

લાયન્સ ક્લબ ઓફ આસ્થા દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ
લાયન્સ ક્લબ ઓફ બરોડા-આસ્થા, વંૃદાવન ટાઉનશીપ, સંગમ ચાર રસ્તાના સહયોગથી તા.19 જાન્યુઆરીને રવિવારના રોજ સવારે 9.00 થી 1.00 કલાકે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દર્દીઓને કેમ્પમાં નિઃશુલ્ક દવાઓ આપવામાં આવશે તેમજ ઇસીજી, સુગર તથા BPની તપાસ કરવામાં આવશે. આ કેમ્પમાં આવનાર દર્દીઓએ જુના રીપોર્ટ તથા દવાઓ સાથે લઇને આવવાનું રહેશે.

ગાયત્રી વિકલાંગ માનવ મંડળ, વડોદરાના સંચાલકનું રાજ્યકક્ષાના એવોર્ડથી સન્માન
વિકલાંગોને છેલ્લા 25 વર્ષોથી મદદરૂપ થનાર ગાયત્રી વિકલાંગ માનવ મંડળના સંચાલક રૂક્ષ્મણીબેન જે. શાહનું વિકલાંગો, નિરાધારો, વિધવાઓ, બાળકો વગેરેને મદદરૂપ થવા બદલ રાજ્યકક્ષાના એવોર્ડથી નર્મદા વિકાસ મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સીમા મોહિલેની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉર્સે ગોષુરિફાઈ નિમિત્તે જુલુસ નીકળ્યો : 17મી રાતીબ
હઝરત સૈયદ એહમદ કબીર રિફાઈના 863મા વાર્ષિક ઉર્સની ઉજવણી પ્રસંગે રવિવારે બપોરે સૈયદ મોઈનુદ્દીન બાબાના વડપણ હેઠળ અઝીમે મિલલત મેમણ કોલોની ખાતેથી જુલુસે ઈદે રિફાઈયા નીકળ્યું હતું. જે વિવિધ માર્ગો ફરી સાંજે ખાટકીવાડા, કાદરી ચોક પહોંચ્યું હતું.

17 થી 23 જાન્યુઆરી દરમિયાન ‘રાષ્ટ્રીય એકાત્મતા કીર્તન મહોત્સવ’નું આયોજન
આજની યુવા પેઠીને રાષ્ટ્ર ભક્તિ અને રાષ્ટ્રીયતાના સંસ્કાર સિંચન થાય તે અંગે આ સંસ્થા પ્રયત્નશીલ છે. વડોદરામાં રહેનાર મહારાષ્ટ્રીયન સમાજના વિભિન્ન મંડળોના સંયુક્ત ઉપક્રમે તા.17 થી 23 જાન્યુઆરીને 2020 દરમિયાન ‘રાષ્ટ્રીય એકાત્મતા કીર્તન મહોત્સવ’નું આયોજન પોલોગ્રાઉન્ડ, વડોદરા ખાતે કરવામાં આવેલ છે. ‘કીર્તન’ વિષે જાગૃતિ આવે એ હેતુથી વિવિધ વિસ્તારોમાં વિવિધ મહાષ્ટ્રીયન સંસ્થાઓના સહયોગથી પ્રચાર કીર્તનનું આયોજન કરેલ છે. વડોદરાની 50થી વધુ મરાઠી ભાષી સંસ્થાઓ જેમકે બ્રાહ્મણ, સી.કે.પી, સોની, કુંભાર, માળી, મરાઠા, દરજી, મોચી, નાઇ સાથે મળીને આ કાર્યક્રમ કરી રહી છે.

આંગણવાડીના બાળકો માટે વાર્ષિક રમતોત્સવ
બરોડા સિટિઝન કાઉન્સિલ દ્વારા તાંદલજા, અકોટા, દિવાળીપુરા, વાસણા વિસ્તારની આંગણવાડીના બાળકો માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોફ્ટ બોલની રમત, કલરની ઓળખ, એક મિનિટની રમત, પરિસ્થિત આધારિત રમત એવી ચાર રમતો રમાડવામાં આવી હતી. જેમાં 128 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ રમતોમાં પ્રથમ ત્રણ નંબરે વિજેતા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હાત.

વડીલ વિહાર વાટિકા દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ
વડીલ વિહાર વાટિકા(ચેરિટેબલ ટ્રસ્ટ) દ્વારા તા.13 જાન્યુઆરીનેે સોમવારને 2020ના રોજ સાંજે 5.00 કલાકે ભજન સંધ્યાના કાર્યક્રમનું આયોજન બુદ્ધદેવ કોલોની સામે, બરોડા ચેશાયર હોમની બાજુમાં, કારેલીબાગ, વડોદરા ખાતે રાખવામાં આવેલ છે.

બગલામુખી મંદિરમાં શાકંભરી ગુપ્ત નવરાત્રી પર્વની ઉજવણી
મદનઝાંપા રોડ પર આવેલ બગલામુખી મંદિર ખાતે શાકંભરી ગુપ્ત નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માતાજી સમક્ષ વિવિધ પ્રકારના શાકભાજીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હ તો.

બાવનગામ નવગામ ભાવસાર સમાજ, વડોદરા પરિવારનો વાર્ષિક સ્નેહ મિલન
નિઝામપુરા ખાતે બાવનગામ નવગામ ભાવસાર સમાજ વડોદરા પરિવારનો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ તથા પરીક્ષાર્થીઓને પુરસ્કાર પ્રદાન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજના સભ્યો પરિવાર સાથે હાજરી આપી સમારોહનો આનંદ માણ્યો હતો. સમાજના સભ્યો તથા બાળકોએ સુંદર મજાનો મનોરંજન કાર્યક્રમ રજૂ કર્યો હતો.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપોઅથવા નીચેના સરનામે મોકલી અાપોે | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો