તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભયમે મહિલાની પુત્રીને શોધી કાઢ્યા બાદ મિલન કરાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાષ્ટ્રના જલગાંવની આધેડ મહિલાની પુત્રીનાં વડોદરામાં લગ્ન થયાં હતાં. માતાને પુત્રીને મળવાની ઇચ્છા થતાં તેણે જલગાંવથી 2 દિવસમાં વડોદરા આવે છે તેવા સમાચાર પુત્રીને મોકલ્યા હતા અને મને લેવા આવજો તેમ જણાવ્યું હતું. જોકે તેઓ સ્ટેશન પર ઉતર્યાં ત્યારે પુત્રી અને જમાઇ તેમને લેવા માટે રેલવે સ્ટેશન પર પહોંચ્યાં ન હતાં. જેથી મહિલા મુશ્કેલીમાં મુકાયાં હતાં અને ગભરાઇ પણ ગયાં હતાં. તેઓ પ્લેટફોર્મ પર જ લાંબા સમય સુધી બેસી રહેતાં કોઇ વ્યક્તિએ અભયમને 181 પર કોલ કરી માહિતી આપી હતી, જેથી કારેલીબાગ પોલીસ સ્ટેશન સ્થિત અભયમની રેસ્કયુ વાન તુરત જ રેલવે સ્ટેશન પર પહોંચી હતી.

ટીમે મહિલાની પૂછપરછ કરી હતી પણ તેઓ સરનામું ભૂલી ગયાં હોવાથી તથા મરાઠી ભાષા સિવાય કોઇ અન્ય ભાષા જાણતાં ના હોવાથી કોઇ માહિતી આપી શક્યાં ન હતાં. અભયમેે મરાઠીભાષી વ્યક્તિની મદદ લઇને મહિલાની પછપરછ કરતાં તેઓએ માત્ર તેમની પુત્રી જસોદા કોલોનીમાં રહે છે તેટલી જ માહિતી આપી હતી. આથી તેના આધારે વિસ્તારની તપાસ શરૂ કરાઇ હતી. આખરે પત્તો મળતાં મહિલાની પુત્રીને અભયમની ટીમે સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...