• Gujarati News
  • National
  • Vadodara News Over Two Thousand Lawyers Quench The Absence Of A Sitting Arrangement 073611

બે હજારથી વધુ વકીલો બેઠક વ્યવસ્થાના અભાવે પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવા કોર્ટ સંકુલમાં વારંવાર રજૂઆત કરવા છતાં વકીલોની બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન હલ ન થતાં બે હજારથી વધુ વકીલો પરેશાન છે. વકીલ મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, તાજેતરમાં ડિસ્ટ્રિક્ટ જજે વકીલ મંડળને લખેલા પત્રમાં બેઠક વ્યવસ્થાનો નિર્ણય હાઇકોર્ટ દ્વારા લેવામાં આવશે તેમ જણાવતાં તમામ વકીલોમાં દુખ અને આઘાત ફેલાયો છે.વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં અનેક વખત હાઇકોર્ટ સાથે પણ પત્ર વ્યવહાર કરાયો છે પ્રશ્નનો તાત્કાલિક હલ થાય તે જરૂરી છે.