તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

200થી વધુ સિનિ. સિટિઝનને બે ટાઈમ ટિફિન પહોંચાડાય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા | શહેરમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવાનું કામ કરવાની સાથે વિવિધ વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન્સ કે જેમના સંતાનો તેમની સાથે નથી તેવા 200થી વધારે લોકોને ટીમ એમ.એસ.યુ
કોરોના વોરિયર્સ દ્વારા ભોજન પહોંચાડાઇ રહ્યું છે.

શહેરના ઓપી રોડ, અકોટા, વાસણા ભાયલી માજલપુર, નિઝામપુરા, તરસાલી જેવા વિસ્તારમાં રહેતા 212 જેટલા સિનિયર સિટિઝનને બે ટાઈમ નું ભોજન વર્તમાન પરિસ્થિતિમાં પહોંચાડાઇ રહ્યું છે. ટીમ દ્વારા શહેરના 52 વિસ્તારના 14 ઝોનમાં 1600 ગરીબ અને જરૂરિયાતમંદોને વોલિયન્ટરની મદદથી ભોજન પહોંચાડાઇ રહ્યું છે. જેના માટે સેન્ટ્રલ કિચન તૈયાર કર્યું છે અને ત્યાંથી જમવાનું બનીને અને પેક થઈને ઘરે ઘરે પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
અન્ય સમાચારો પણ છે...