તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Origin Of Somerset Problem Admission Of 800 200 Lives Illegally 041714

સમરસની સમસ્યાનું મૂળ: 800ના એડમિશન, 200 ગેરકાયદે રહે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

શહેરના સમા ખાતે અાવેલ સમરસ બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા માળખાકીય સુવિધાઓ અને જમવાની સમસ્યાને લઇને હડતાલ કરવામાં આવી હતી.વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં બહારના વિદ્યાર્થીઓ આવીને રહેતા હોવાને કારણે અવ્યવસ્થા સર્જાઇ રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સમરસ બોયઝ હોસ્ટેલમાં રાજ્યનાં અનેક શહેરોમાંથી વિદ્યાર્થીઓ આવીને વસે છે.પરંતુ તંત્રની નિષ્કાળજીને પગલે વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.બુધવારે કાચું જમવાનું અને કકડતી ઠંડીમાં ઠંડા પાણીએ નાહવું પડે તેવી સમસ્યાઓ રોજબરોજ બનતી હોવાને કારણે આખરે વિરોધ કર્યો હતો.જોકે, વિરોધ બાદ પણ કોઇ ખાસ બદલાવ ‌અાવ્યો ન હોવાનું હોસ્ટેલના વિદ્યાર્થીએ જણાવ્યું હતું. વધુમાં વિદ્યાર્થીએ ઉમેર્યું હતું કે, હોસ્ટેલમાં બહારના વિદ્યાર્થીઓ માટે અવર-જવર આસાન થઇ રહી છે.હાલ, હોસ્ટેલમાં અંદાજિત 800 વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે,જ્યારે 200 જેટલા લોકો ગેરકાયદેસર રહી રહ્યા છે.નાહવાનું પાણી, કાચું જમવાનું, લિફ્ટ, લાઇબ્રેરીમાં બેઠક વ્યવસ્થા, કોમ્પ્યૂટર રૂમમાં સુવિધાઓનો અભાવ વગેરે મુદ્દે પણ સહન કરવું પડી રહ્યું છે.

વધુમાં સૂત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લા લાંબા સમયથી સમયસર બિલો પાસ કરવામાં નથી આવતાં.જેને કારણે તંત્ર સાથે કામ કરતી સંસ્થાઓ ઉદાસીનતા અનુભવી રહી છે.રજૂઆતો બાદ પણ માત્ર વાયદાઓ જ કરવામાં આવે છે.જ્યારે ફોન કરીને અવ્યવસ્થા અંગે જાણ કરવામાં આવે તો વાત સાંભળ્યા બાદ ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવે છે.હોબાળા બાદ માત્ર મેનુ બદલી નાંખવામાં આવે છે.પરંતુ જમવાની ગુણવત્તા છેલ્લા સાત માસમાં ક્યારે પણ સુધરી નથી.

અન્ય સમાચારો પણ છે...