તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Organizing Shiva Mahaprudha Gyanyanva Mahotsav At 39shivam Farm39 At Vahodia Road 034208

વાઘોડિયા રોડ ખાતે ‘શિવમ ફાર્મ’ માં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓમ નમ:શિવાય ગ્રૂપ આયોજિત, શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન તા.16 જાન્યુઆરીને બુધવારને 2019ના રોજ બપોરે 12.30 કલાકે મહેશભાઇ પરસોત્તમભાઇ પટેલના નિવાસ સ્થાનેથી નીકળી મંડપે જશે. કથા બપોરે 2.00 થી સાંજે 5.00 કલાક દરમિયાન ‘શિવમ ફાર્મ’ અણખોલ ગામ, વાઘોડિયા રોડ, વડોદરા ખાતે શ્રી લિંગોત્સવ, શ્રી શક્તિ પ્રાગટ્ય, શ્રી પાર્વતી જન્મો મહોત્સવ, શ્રી શિવ પાર્વતી િવવાહ, શ્રી ગણેશ-શ્રી કાર્તિકેય પ્રાગટ્ય અને શ્રી દ્રાદંશ જ્યોર્તિલિંગ મહાપુજા જેવા પ્રસંગો ઉજવવામાં આવશે. કથા વિરામ તા.24 જાન્યુઆરીના રોજ બપોરે 12. કલાકે, જેમાં વક્તા તરીકે પ.પૂ. શ્રી ગીરીબાપુ શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવશે.

વિશ્વકર્મા પંચાલ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન
વિશ્વકર્મા પંચાલ સમાજ ટ્રસ્ટ, વડોદરા તરફથી જ્ઞાતિના પંચાલ, મિસ્ત્રી, લુહાર, સુથાર,ગજ્જર સહિત વિશ્વકર્માના સુપુત્રોના માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે. એપ્રિલ 2019ના રોજ રાખવામાં આવેલ છે. તો સમૂહ લગ્નમાં જે લોકોને નામ નોંધણી કરાવી હોય તો પ્રમુખ દિલીપકુમાર વિઠ્ઠલભાઇ પંચાલ, કંસારા પોળની અંદર, બાબુ મહારાજની બાજુમાં, ચોખંડી, વડોદરા ખાતે રૂબરૂ સંપર્ક કરવા જણાવાયું છે. એમ ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

વાઘોડિયા રોડ ખાતે બાળકો માટે સમૂહ જનોઇનું આયોજન
શ્રી.છ.મ.ઔ. ટોળક સેવા મંડળ તથા શ્રી કુબેરેશ્વર ટ્રસ્ટ કરનાળીના સંયુક્ત ઉપક્રમે સમૂહ જનોઇનું આયોેજન તા.15 ફેબ્રુઆરીના રોજ કુબેર ભંડારી, કરનાળી ખાતે યોજાશે. પ્રવિણભાઇ, 12- કૈલાશ સોસાયટી, વા.રોડ ખાતે સંપર્ક કરવો.

મેરેથોન દોડમાં વિવિધ લાયન્સ ક્લબોએ યોગદાન આપ્યું
રાજમહેલ રોડ સ્ત્રી સમાજ દ્વારા વિકલાંગો માટે સમૂહ લગ્ન
રાજમહેલ રોડ સ્ત્રી સમાજના ઉપક્રમે આર્થિક રીતે પછાત તથા વિકલાંગ બાળાઓના સમૂહ લગ્ન મહોત્સવ તા.26 જાન્યુઆરી 2019ના રોજ યોજવામાં આવેલ છે. ઇચ્છુક બાળઓએ સમાજના મકાનમાં બપોરે 12.00 થી 3.00 કલાકે રાજમહેલ રોડ સ્ત્રી સમાજ, પોલોગ્રાઉન્ડની સામે, આનંદ ભુવની બાજુમાં, કિર્તીસ્થંભ, વડોદરા ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

ધો 9 થી 12 ના કારકિર્દિ માર્ગદર્શન સેમિનારમાં ભાગ લેવા અંગે
અનાવિલ ભવન, કારેલીબાગ, વડોદરા ખાતે યુવા પાંખ દ્વારા ધોરણ 9 થી 12 અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને કારકિર્દિ માર્ગદર્શન વિશે સેમિનારનંુ આયોજન કરવામાં આવ્યું છે. ભાગ લેવા ઇચ્છુકોએ તા.19 મી સુધીમાં પોતાના નામ નોંધાવવા જણાવાયું છે.

તાજેતરમાં વડોદરા શહેરમાં યોજાયેલી મેરેથોન દોડમાં વિવિધ લાયન્સ કલબોના અસંખ્ય સભ્યો ઝોન ચેરમેન ઈન્દિરા પ્રસાદ, પરમીન્દર કૌર, લાયન બી.એફ.રાઠોડ વગેરેની રાહબરી હેઠળ સામેલ થઈ જરૂરી યોગદાન આપ્યું હતું.

પતંજલિ યાેગ સમિતિ દ્વારા સન્માન કરાયું
પતંજલિ યોગ સમિતિ દ્વારા કારેલીબાગમાં મિટિંગ યોજાઇ હતી. જેમાં કેન્દ્રીય મુખ્ય પ્રભારી ડો. જયદીપ આર્યનું સ્વાગત કરાયું હતું.કાર્યક્રમમાં લક્ષ્મણ ગુરુવાણી, રાજેશ ભાઇ,ર્કીતીભાઇ સહિત અન્ય કાર્યકતાઓ હાજર રહ્યાં હતા.

મુખ્યમંત્રીને ઇશ્વરીય સોગાત અર્પણ
બ્રહ્માકુમારીઝ, અટલાદરા સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા બ્ર.કુ. અરૂણાબહેને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ઇશ્વરીય સોગાત આપી અભિવાદન કર્યું હતું. અને મેરેથોનના પ્રસ્થાનનું ફ્લેગ ઓફ કરાવ્યું હતું.

તેજસ્વી તારલાઓનો સત્કાર કાર્યક્રમ યોજાયો
સૌરાષ્ટ્ર વાળંદ પ્રગતિ મંડળ દ્વારા પ્રેમાનંદ કોમ્યુનિટી હોલ, વાડી ખાતે સમાજના તેજસ્વી તારલાઓનું સત્કાર કાર્યક્રમ અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

ગરીબ બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું
અખંડ ભારત રાષટીય સંધ સ્થાપના દિન નિમીત્તે વડોદરા શહેર/જિલ્લાના ઉપક્રમે (યુવા મોરચો) જુદા જુદા કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.યુવા મોરચા ઘ્વારા ઝુપઙપટી ના ગરીબ બાળકોને ભણતરની કિટ, પારલે-જીના પાકીટનંુ વિતરણ કરાયું હતું.

કેન્સરની પીડા, થાક અશક્તિ માટે સારવાર અંગે કેમ્પ યોજાશે
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કેન્સરના દર્દીઓ માટે કેન્સરની પીડા, થાક અશક્તિ માટે સારવાર તથા ગણવત્તા ભર જીવન જીવવા માટે કેન્સર હોસ્પિટલના અનુભવી ડોકટર દ્વારા સલાહ અને માર્ગદર્શન. દર્દી પોતે અથવા તેમના સગા વ્હાલાઓએ સારવારની ફાઇલ લઇને દર બુધવારે સવારે 10.00 કલાકે 2413382 અપોઇન્ટમેન્ટ લઇને આવવું.

પોદ્દાર સ્કૂલ દ્વારા રોડ એન્ડ સેફટી અઠવાડીયાની ઉજવણી
પોદ્દાર જમ્બોકિડ્સ સ્કૂલ દ્વારા રોડ એન્ડ સેફટી અઠવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટ્રાફિક પોલીસ, વાલીઓ અને વિદ્યાર્થીઓને ટ્રાફિક જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુભાનપુરા ગાર્ડન ખાતે યોજાયો હતો.

નારાયણ વિદ્યાલય દ્વારા ધોરણ 10 ની પ્રિ. બોર્ડ પરીક્ષા યોજાશે
ધો.10ની બોર્ડની પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ધો. 10 ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ પ્રશ્નપત્રો કાઢી બોર્ડ જેવી જ ઉત્તરવહીઓમાં તેના જવાબો લખી બોર્ડના પેપર તપાસનાર તજજ્ઞ શિક્ષકો દ્વારા તેની ચકાસણી કરી ઉત્તરવહીઓ વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્વમૂલ્યાંકન માટે આપી દેવામાં આવે તે રીતે પ્રિ. બોર્ડ પરીક્ષાનું આયોજન નારાયણ વિદ્યાલય, વાઘોડિયા રોડ અને હરણી રોડ ખાતે કરવામાં આવેલ છે. પરીક્ષાઓ તા.7 થી 10 ફેબ્રુઆરીમાં લેવામાં આવશે. જેના ફોર્મ ભરવા માટે નારાયણ વિદ્યાલયનો સંપર્ક કરવા જણાવાયંુ છે.

દિવ્યાંગ બાળકોએ શૌર્ય સ્પર્ધામાં ભાગ લીધો
ITI ગોરવા ખાતેથી નેશનલ એપ્રે. સર્ટિ. મેળવી લેવા અંગે
ITI ગોરવા ખાતે વર્ષ 1993 થી મે-2016 સુધીમાં એપ્રેન્ટીસ પરીક્ષા આપેલ બાકી રહેલ નેશનલ અપ્રેન્ટીસશીપ સર્ટિફિકેટસ(એનએસી) આવી ગયેલ છે. જે સંસ્થાના કામકાજના સમય સવારે 11 થી બપોરે 2 કલાકે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે માર્કશીટની ઝેરોક્ષ નકલ, આઇડીપ્રફુ ફોટાવાળુ, રૂ.50 ફી સાથે મેળવી લેવા જણાવાયું છે.

શ્રી ઉદીચ્ય ટોળક સમાજ સેવા મંડળ દ્વારા સમૂહ યજ્ઞોપવિત
શ્રી ઉદીચ્ય ટોળક સમાજ સેવા મંડળ દ્વારા તા.27 જાન્યુઆરીને 2019ને રવિવારના રોજ જે.એમ.પંડ્યા હોલ, હરણી એરોડ્રામ રોડ, વડોદરા ખાતે સમૂહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું છે. તો જે કોઇ ભાઇને તેમાં ભાગ લેવો હોય તેઓએ પોતાના નામ પ્રફુલભાઇ એસ. ભટ્ટ, વાડી પ્રેમાનંદ કવિની પોળ, જનક સી. ભટ્ટ, શ્રધ્ધા, વાડી રંગમહાલ, હસીત એન. ભટ્ટ, દેવ નિવાસ, દયાળભાઉનો ખાંચો, રાજમેહલ રોડ, ભાનુભાઇ વ્યાસ, કાળકા માતાના મંદિર પાસે, માંડવી, વિનય વ્યાસ, હરણી રોડ, વડોદરા ખાતે નામ નોંધાવી જવા જણાવ્યું છે.

પાદરા તાલુકાના દિવ્યાંગ બાળકોએ શૌર્ય સ્પર્ધામાં ડી.પી. ઓ અને બી.આર.સી ધિરેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો. તેમાં બે બાળકો પ્રથમ આવ્યાં હતા.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

dbpressnote.vadodara@gmail.com

અથવા નીચેના સરનામે મોકલી અાપોે િદવ્ય ભાસ્કર | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
સ્કૂલમાં આનંદ મેળાનું ઉદ્ઘાટન
વાકળ હાઈસ્કૂલમાં લાયન્સ કલબ ઓફ બરોડા સ્ટેડિયમ દ્વારા આનંદ મેળાનું ઉદ્ઘાટન પૂવૅ લાયન ઈ.ડીરેકટર અરૂણાબેન,વાકળ કેળવણી મંડળના મંત્રી નરેન્દ્ર પટેલ વગેરેની હાજરીમાં કરાયું હતું.

ઊંચી કૂદમાં પ્રથમ નંબર મેળવ્યો
શિક્ષણ સમિતિ આયોજિત આંતર સીઆરસી રમતોત્સવમાં ડૉ. હંસા મહેતા પ્રાથમિક શાળા, વડસરનાે વિદ્યાર્થી રાઠોડિયા લક્ષ્મી બાબુભાઇ ધો.8 નો ઊંચી કુદમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.

આયુર્વેદિક મેડિકલ હેલ્થ કેર કેમ્પ
પિન્કિશે ફાઉન્ડેશન દ્વારા છાણી કેનાલ રોડ પાસે આયુર્વેદિક મેડિકલ હેલ્થ કેર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150 દર્દીઓએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...