તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Vadodara News Organized By Gayatri Handicapped Human Body Organized 10th All Party Set Of Marriages 033530

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા દશમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાયત્રી વિકલાંગ માનવ મંડળ, વડોદરા દ્વારા તા.28 એપ્રિલને રવિવારના રોજ દશમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ઇચ્છુકોએ લગ્નની નોંધણી માટે તા.31 માર્ચ 2019 સુધીમાં ગાયત્રી વિકલાંગ માનવ મંડળ, ઉર્મિ સ્કૂલની સામે, સમા, વડોદરા ખાતે રૂક્ષ્મણીબેન જે. શાહનો સંપર્ક કરવા જણાવાયંુ છે. તદ્ ઉપરાંત સમૂહ લગ્નોત્સવમાં સર્વ જ્ઞાતિના છોકરાઓ તથા છોકરીઓએ નામ નોંધાવવું, વિકલાંગ(દિવ્યાંગ) ભાઇ-બહેનો અને અન્ય કોઇ પણ ગરીબ છોકીઓ તથા સહગાઇ કરેલાઓએ વહેલી તકે નામ નોંધાવવું, નામ નોંધાવવા માટે ચુંટણીકાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ અને 2 - ફોટા સાથે લાવવા જણાવાયું છે.

કારેલીબાગ ખાતે ભજન સંધ્યા
શ્રી વડીલ વિહાર વાટિકા, (ચેરીટેબલ ટ્રસ્ટ) દ્વારા તા.25 ફેબ્રુઆરીનેે સોમવારના રોજ સાંજ 5.00 કલાકે બુદ્ધદેવ કોલોની સામે, બરોડા ચેશાયર હોમની બાજુમાં, કારેલીબાગ સંસ્થાના પટાંગણમાં ભજન સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમ પ્રમુખ ધીરજલાલ કોટેચાએ જણાવ્યું છે.

ગોત્રીમાં શહીદ શ્રદ્ધાંજલિ સંધ્યા
યુવા ચેરીટેબલ ટ્રસ્ટ રામદેવ નગર ગોત્રી દ્વારા આયોજીત તા.25 ફેબ્રુઆરીને સોમવારના રોજ 6.30 થી 11.00 કલાક દરમિયાન કિશન કોમ્પલેક્સ, ગોત્રી ખાતે શહીદ શ્રદ્ધાંજલિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે જન્મોત્સવની ઉજવણી
વડોદરા શહેર નિવૃત કર્મચારી મંડળ દ્વારા જાન્યુઆરી - ફેબ્રુઆરીમાં જન્મેલા સંસ્થાના સભ્યોના જન્મોત્સવની ઉજવણી તા.25 ફેબ્રુઆરીને સોમવારના રોજ સાંજે 5.00 કલાકે દ્વારકેશ કોમ્પલેક્સ, વાઘોડિયા રોડ ખાતે યોજાશે.

‘વ્યસન મુક્તિ’ અને બાળાઓને ‘માસિક ચક્ર’ વિશે જ્ઞાન
વડીલો માટે દાંતના રોગોનો નિ:શુલ્ક નિદાન કેમ્પ
જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન, માંજલપુર અને દંતાલયના સંયુક્ત ઉપક્રમે વડીલો, બાળકો અને જાયન્ટસ પરિવારજનો માટે દાંતના રોગો માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન તા.26 ફેબ્રુઆરીને મંગ‌ળવારના રોજ દંતાલય, એસ.કે.પટેલ સ્કવેર, મલ્હાર પોઇન્ટ જૂના પાદરા રોડ, વડોદરા ખાતે સવારે 11.00 થી 1.00 કલાકે કેમ્પ યોજાશે. કેમ્પમાં જાયન્ટસ પરિવારો, નાના બાળકો અને સિનિયર સિટિઝન્સના દાંતના રોગોનું માર્ગદર્શન અને નિ:શુલ્ક નિદાન કરવામાં આવનાર છે.

દિવ્ય જીવન સંઘ દ્વારા ‘ઓમ નમ:શિવાય’ ના મંત્રજાપ
દિવ્ય જીવન સંઘ દ્વારા તા.25 ફેબ્રુઆરીને સોમવારના રોજ સાંજે 6.00 થી 7.00 કલાક દરમિયાન રામજી મંદિરની પોળ, સરકારી પ્રેસ સામે, કોઠી, વડોદરા ખાતે ‘ઓમ નમ:શિવાય’ ના મંત્રજાપ રાખવામાં આવેલ છે.

વાસદ તાલુકાનાં આંકલાવડિ ગામની પ્રા.શાળામાં સરદાર પટેલ યુનિવર્સિટીનાં ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કનાં વિદ્યાર્થીઓ દ્વારા ‘વ્યસન મુક્તિ’ અને શાળાની બાળાઓને ‘માસિક ચક્ર’ વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું.

બાજવા ખાતે લાયન્સ કવેસ્ટના કાર્યક્રમ
મહીરેવા આદર્શ વિદ્યાલય, બાજવા, વડોદરા ખાતે યુવા મુગ્ધાવસ્થા કૌશલ્ય અંગેનો લાયન્સ કવેસ્ટના કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો.

કાંગારુ કંપની દ્વારા એચીવર્સ મીટ યોજાઇ
કાંગારુ કંપની દ્વારા એચીવર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. કમલેશ શાહની અધ્યક્ષતામાં આ એચિવર્સ મીટ યોજાઇ હતી. જેમાં 50થી વધુ વેપારીઓ જોડાયા હતા.

બાળકો દ્વારા ‘યલો’ ડેની ઉજવણી કરાઇ
ચિત્તેખાન ગલી, ગેંડીગેટ રોડ ખાતે આવેલ શ્રી.ઓ.લ. પંડ્યા પ્રાથમિક વિદ્યાલયનાં બાલવાડી વિભાગમાં ‘યલો’ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં બાલકો યલો કપડામાં હાજર રહ્યાં હતા.

સ્લમ વિસ્તારનાં બાળકો સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી
કેન્સરની પીડા, થાક અશક્તિ માટે સારવાર અંગે કેમ્પ યોજાશે
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કેન્સરના દર્દીઓ માટે કેન્સરની પીડા, થાક અશક્તિ માટે સારવાર તથા ગણવત્તા ભર જીવન જીવવા માટે કેન્સર હોસ્પિટલના અનુભવી ડોકટર દ્વારા સલાહ અને માર્ગદર્શન. દર્દી પોતે અથવા તેમના સગા વ્હાલાઓએ સારવારની ફાઇલ લઇને દર બુધવારે સવારે 10.00 કલાકે 2413382 અપોઇન્ટમેન્ટ લઇને આવવું.

સતાધાર મહંત પ.પૂ.શ્રી શ્યામજીબાપુની 36મી પુણ્યતિથિ ઉજવાઇ
ન્યુ VIP રોડ, વડોદરા ખાતે સતાધાર મહંત પ.પૂ.શ્રી શ્યામજીબાપુની 36મી પુણ્યતિથિ મહોત્સવ નિમિત્તે, વોર્ડ-4 પ્રમુખ વિનોદ ભરવાડ, વોર્ડ-4 કાઉન્સિલર અશોક દાધિચ, ધારાસભ્ય મનીષાબેન વકીલ તથા સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કેરટેકરની તાલીમ યોજાશે
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વડોદરા દ્વારા કેરકટર તરીકે કામ કરવા ઇચ્છુક તાલીમ પામેલ વ્યક્તિ બાયોડેટા તથા આધારકાર્ડની કોપી સાથે રાવપુરા, જી.પી.ઓ. પાસે, પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે આવેલ સંસ્થાનો સવારે 11.00 થી સાંજે 5.00 કલાક દરમિયાન સંપર્ક કરવા જણાવાયું છે. જે લોકોએ તાલીમ લીધેલ નથી તેઓને રેડ ક્રોસ દ્વારા 2 મહિનાની તાલીમ આપી સર્ટિફિકેટ આપવામાં આવશે. તાલીમ તા.1 માર્ચને શુક્રવારને 2019થી શરૂ થનાર છે. આ સંસ્થા દ્વારા અગાઉ પણ વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યાં હતા. એમ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા યાદીમાં જણાવાયંુ છે.

સામાજિક કાર્યકરોએ શહેરના વિવિધ સ્લમ વિસ્તારોમાં બાળકો સાથે વેલેન્ટાઇન ડેની ઉજ‌વણી કરી હતી. જેમાં બાળકોને મિઠાઇ, નાસ્તો અને બલુનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ફુટપાથ પર રહેતાં બાળકોને મીઠાઇનું વિતરણ
ઋતુંભરા સુંદરકાંડ પરિવાર દ્વારા સુંદરકાંડ પાઠનું આયોજન
ઋતુંભરા સુંદરકાંડ પરિવાર દ્વારા તા.25 ફેબ્રુઆરીને સોમવારને 2019ના રોજ સાંજે 6.00 થી 8.00 કલાક દરમિયાન 301, સન રેસીડેન્સી, આઇનોક્સ સીનેમા પાસે, રેસકોર્ષ રોડ, વડોદરા ખાતે અતુલભાઇ પુરોહિત(બાપજી)ના કંઠે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. એમ એક યાદીમાં જણાવાયું છે.

હેલ્પિંગ હેન્ડ્સ ફાઉન્ડેશન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ
વડોદરાનાં હેલ્પિંગ હેન્ડ્સ ફાઉન્ડેશન દ્વારા ગોત્રી વિસ્તારમાં પુલવામાં થયેલ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં ગોત્રી વિસ્તારનાં રહીશો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

સરદાર એસ્ટેટ પાસે ફુટપાથ પર રહેતાં બાળકો સાથે સંવેદના ટીમના અંકિતા શર્માએ વેલેન્ટાઇન ડેની અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં લવ બલુન અને મીઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

dbpressnote.vadodara@gmail.com

અથવા નીચેના સરનામે મોકલી અાપોે િદવ્ય ભાસ્કર | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
હલ્દી કંકુના કાર્યક્રમનું આયોજન
આર.વી.દેસાઇ રોડ ખાતે આવેલ ખંડેરાવ મંદિરમાં હલ્દી કંકુનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક મહિલાોઓ ભાગ લીધો હતો.

ત્રણ વિકલાંગોનેે ટ્રાઈસિકલ અને છાત્રોને શૈક્ષણિક સહાય અપર્ણ
વેમાલી ગામ ખાતે જરૂરિયાતમંદ 300 બાળકોને શૈક્ષણિક કિટ,ચેક સહાય તેમજ 3 વિકલાંગોને ટ્રાઈસિકલનું મનાભાઈ પ્રજાપતિ અને તેમની ટીમના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

એક્યુપ્રેશરના તાલીમ વર્ગો શરૂ
શ્રી અરવિંદ હેલ્થ સેન્ટર, શ્રી અરવિંદ નિવાસ, દાંડિયાબજાર ખાતે એક્યુપ્રેશરના તાલીમ વર્ગ તા.18 થી 28 ફેબ્રુઆરી સુધી સવારે 7.00 થી 9.00 વાગ્યા સુધીમાં શરૂ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો