તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Opposition Leader Buys Munificent Mobile Phone Money Mayor Deputy Mayor Misses 39i39 Phone 081532

પાલિકાના પૈસે ખરીદેલો મોંઘોદાટ મોબાઇલ ફોન વિપક્ષી નેતાએ પરત કર્યો , મેયર-ડેપ્યુટી મેયરને ‘આઇ’ ફોનનો મોહ ના છૂટ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રજાના પરસેવાના પૈસે તાગડધિન્ના કરવામાં પાવરધા પાલિકાના શાસક-વિપક્ષની મિલીભગત મોબાઇલ ફોનની ખરીદીમાં ખુલ્લી પડી છે ત્યારે વિરોધપક્ષના નેતાએ બે મહિના પહેલાં જ ખરીદેલો સવા લાખ રૂપિયાનો મોબાઇલ ફોન પાછો આપવાની પહેલ કરી છે.

વડોદરા વિકાસ સંઘના પ્રમુખ અરવિંદ સિંધાએ પાલિકાના કયા પદાધિકારીએ મોબાઇલ ફોનની ખરીદી બે વર્ષમાં કરી તેની માહિતી માંગી હતી. પ્રજાના પૈસે આ મોબાઇલ ફોનની ખરીદી કરવામાં આવી હતી અને તેમાં મેયર,ડેપ્યુટી મેયરે રૂા.89 હજાર અને રૂા.1.01 લાખના આઇફોન ખરીદ્યા હતા. જ્યારે, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે રૂા.82 હજાર અને બે મહિના પહેલાં રૂા.1.24 લાખનો આઇફોન લીધાે હતાે. સૌનો સાથ,અમારો વિકાસના સૂત્રને પકડીને પ્રજાના પૈસે લીલાલ્હેર કરવા માટે પાલિકામાં શાસક પાંખ અને વિરોધપક્ષની જુગલબંધી ખુલ્લી પડી ગઇ હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો પ્રજામાં પડ્યા હતા અને એન્ડ્રોઇ ફોન કરતાં મોંઘા ભાવના આઇફોનથી જ જનસેવા થઇ શકે છે તેવો સવાલ ઉભા થયા હતા. ભૂતકાળમાં આઇફોન પાછળ રૂા.12 લાખનો ખર્ચો કરવામાં આવ્યો હતો અને તેમાં અધિકારીઓને પણ ફાળવણી કરવામાં આવી હતી. આઇફોનના મામલે વિવાદ વકરતાં વિરોધપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે(ભથ્થુ) પોતાને ફાળવેલો આઇફોન પરત કરવા માટે મંજૂરી આપી હતી અને તેની જાણ સભા સેક્રેટરીને પણ કરી હતી. જોકે, મેયર ડો.જિગીષાબહેન શેઠ અને ડેપ્યુટી મેયર ડો.જીવરાજ ચૌહાણે પોતાનો આઇફોન મોહ છોડ્યો ન હતો અને તેના માટે મગનું નામ મરી પાડ્યું ન હતું.

શાસકપક્ષે જ મોબાઇલની નીતિ બનાવી હતી્્
 પદાધિકારીઓને મોબાઇલ ફોન આપવા માટે શાસક પાંખે જ નીતિ બનાવી છે અને મેં તો સામેથી કોઇ ફોન માંગ્યો ન હતો. જ્યારે,મને મોબાઈલ ફોન આપ્યો ત્યારે આ તો નીતિ છે તેમ કહેવાયું હતું અને મોબાઇલ ફોનની ફાળવણી માટે નીતિ બનાવવી જોઇએ. મેં શહેરના હિતમાં કરોડો રૂપિયાની જમીન આપી છે અને મેં મારી નૈતિક ફરજ સમજીને મને ફાળવેલો આઇફોન પાછો આપ્યો છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવ(ભથ્થુ),વિપક્ષી નેતા, પાલિકા

અન્ય સમાચારો પણ છે...