35 સખી મતદાન કેન્દ્રમાં મહિલા કર્મીઓનું સંચાલન

Vadodara News - operation of women staff in 35 constituency polling centers 070610

DivyaBhaskar News Network

Apr 24, 2019, 07:06 AM IST
વડોદરા સંસદીય વિસ્તારમાં 7 વિધાનસભા બેઠકમાં ઉભાં કરાયેલાં 35 સખી મતદાન મથકોએ મતદારોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ વખતે લોકસભાની ચૂંટણીમાં દરેક વિધાનસભા વિસ્તાર દીઠ 5 મતદાન કેન્દ્રો સંપૂર્ણપણે મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવા બાબતે ચૂંટણી પંચે આદેશ આપ્યો હોવાથી આ મતદાન કેન્દ્રો ઉભાં કરાયાં હતાં. જોકે તેમાં મહિલાઓ ઉપરાંત પુરુષ મતદારો પણ મત આપી શકતા હતા. મતદાન કેન્દ્રમાં આ સખી મતદાન કેન્દ્ર છે તેનું બેનર પણ લગાવાયું હતું. મતદારો જેવા આ મતદાન કેન્દ્રમાં પ્રવેશતા ત્યારે મહિલા કર્મચારીઓ દ્વારા શાંતિપૂર્ણ રીતે થઇ રહેલા સંચાલનને જોઇ આશ્ચર્યચકિત થયેલા જોવા મળ્યા હતા.

X
Vadodara News - operation of women staff in 35 constituency polling centers 070610

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી