તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

OPD બંધ : ડોક્ટરોની ટેલિમેડિસિન સેવા શરૂ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરા શહેરમાં ડોક્ટરો દ્વારા દર્દીઓ વધારે માત્રામાં એક જગ્યાએ ભેગા ન થાય તે માટે ટેલિમેડીસીન સેવા શરૂ કરવામાં અાવી હતી. લોકડાઉનમાં દર્દીઓ જાતે હોસ્પીટલ ન જઇ શકે તેવી સ્થિતિમાં ટેલીમેડીસીન મારફતે પરામર્શ કરી શકે છે.

પારૂલ યુનિ.ના મેડીકલ ડાયરેક્ટર ડો. ગીતિકા પટેલે જણાવ્યું હતું કે, લોકડાઉન પગેલા રોજ 1,500 જેટલા લોકો ઓ.પી.ડી.માં મેડિકલ ચેકઅપ કરાવવા માટે અાવતા હતા. પરંતુ ઓ.પી.ડી.માં અાવનારની સંખ્યા ઘટી છે. લોકડાઉનમાં પણ લોકોને તબીબી પરામર્શ મળી રહે તે ઉદ્દેશ્યથી ટેલિમેડીસીન સર્વિસ શરૂ કરવામાં અાવી છે. જેમાં ટેલિફોનિક વાતચીત દ્વારા દર્દીને સલાહ-સુચન અાપવામાં અાવે છે. ક્રિટીકલ કેર મેડીસીન કન્સલ્ટન્ટ ડો. દિવ્યેશ પટેલે જણાવ્યું હતું કે, ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સાથે ડોક્ટરને પરામર્શ માટે નિયત સમય અાપવામાં અાવશે.

પેશન્ટને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ અથવા તો ફોન પર પરામર્શ કરીને દવા પ્રિસ્ક્રિપ્ટ કરાય છે

લોકડાઉનમાં તબીબી સેવા અપ
અન્ય સમાચારો પણ છે...