તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૉકડાઉનમાં મદદ કરવા ઓનલાઇન રજિસ્ટ્રેશન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના કટોકટી વચ્ચે બે દિવસ અગાઉ યોજાયેલી સ્માર્ટ સિટીઝની વીડિયોકોન્ફરન્સમાં સ્માર્ટ સિટી મિશન દ્વારા આઇટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો મહત્તમ ઉપયોગ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત વડોદરામાં કેટલીક વ્યવસ્થાઓ વડોદરામાં લાગૂ કરવામાં આવી રહી છે.

આઇટી ડાયરેક્ટર મનીષ ભટ્ટે જણાવ્યું કે કોરોના કટોકટીમાં પાલિકાને સંખ્યાબંધ સંસ્થાઓ અને લોકોના મદદ માટેના ફોન આવી રહ્યાં છે. તેમને કોરાનાની સ્થિતિને લીધે સર્જાયેલી હાલતમાં સપડાયેલા લોકોને મદદ કરવી છે. તેથી ટોલ ફ્રી નંબર 18002330265 જાહેર કરવામાં આવ્યો છે. જેમાં હાલમાં 550 રજિસ્ટ્રેશન થયા છે. જોકે તેમાંથી 90 ટકા જેટલા રજિસ્ટ્રેશન શ્રમદાન માટેના છે. આ ઉપરાંત કોરોના માટે વ્યક્તિ ખાસ કરીને એનઆરઆઇ સેલ્ફ ડિક્લેરેશન કરી શકે છે. વડોદરામાં હેલ્પલાઇન નંબર શરૂ કરતાં હેલ્પલાઇન પર વિદેશથી આવેલા પોતાના પાડોશીઓથી ડર લાગે છે તેવા કોલ્સ લોકો કરી રહ્યાં છે. પાડોશી વિદેશથી આવતા કોરોનાનો ભય લાગે છે તેવા 350 કોલ્સ 5 દિવસમાં મળ્યાં હતા.

ટોલ ફ્રી નંબર જાહેર : 550 રજિસ્ટ્રેશન થઇ ચૂકયા

અન્ય સમાચારો પણ છે...