તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ONGCની મહિલા ટેક્નિકલ આસિસ્ટન્ટે ફાંસો ખાધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મકરપુરા ઓએનજીસીમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે કાર્યરત મહિલા કર્મચારીએ આજે ઓએનજીસીમાં જ પોતાના સત્તાવાર નિવાસસ્થાને ગળેફાંસો ખાઇને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.

ફિલ્ડ એક્સપ્લોરેશનમાં આસિસ્ટન્ટ (ગ્રેડ-2)તરીકે નોકરી કરતાં હેતલ બાબુભાઇ વસાવા (ઉવ.36) ઓએનજીસી કેમ્પસમાં જ વસુધાટાવરના ફ્લેટ નં.403માં રહેતા હતા. આજે તેઓ ફરજ પર હાજર ન થતાં ઓફિસમાંથી કયા કારણોસર ગેરહાજર રહ્યાં તેની તપાસ કરાવી હતી. દરમિયાન તેમના એક સહકર્મીએ ફ્લેટ પર તપાસ કરતા દરવાજો અંદરથી બંધ હતો અને તેઓ કોઇ જાતનો પ્રતિભાવ આપતા ન હતા. છેવટે ઓએનજીસીના સિક્યુરિટી, ફાયરસેફ્ટિ વિભાગને જાણ કરાતા તેમણે દરવાજો તોડીને પ્રવેશ કરતાં મુખ્ય રૂમમાં જ ઓઢણી વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, તેઓ અપરિણિત હતા અને એકલા રહેતા હતા.

અન્ય સમાચારો પણ છે...