તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Ongc Invented Bogus Analysis Of Rs 192 Crores For Excuse Of Contract 074052

ONGCમાં કોન્ટ્રાક્ટના બહાને 1.92 કરોડની ઠગાઇ કરનાર ભેજાબાજ મૌલિકની શોધખોળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓએનજીસીમાં ગાડીઓ અને સિવીલ કામનો કોન્ટ્રાક્ટ આપવા તેમજ મકાન પર લોનના બહાને રૂા. 1.92 કરોડની છેતરપિંડી કરનાર ભેજાબાજ ધર્મેશ શાહને જેલહવાલે કરાયો છે જ્યારે તેનો સાગરિત મૌલિક શાહ ભૂગર્ભમાં ઉતરી જતા શોધખોળ શરૂ કરાઇ છે.

ઉલ્લેખનિય છેે કે, ચેરિટી કમિશ્નરના બોગસ સહી-સિક્કા બનાવી બીલ ગામની જમીન પચાવી પાડનાર ધર્મેશ શાહ અને તેના મૌલિક શાહનું કૌભાંડ બહાર આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ધર્મેશની ધરપકડ કરી હતી. ત્યારબાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની જુદી જુદી 3 ફરિયાદ થઇ હતી.

જોકે, બંને સાથે કયા બેંક અધિકારી કે ઓએનજીસીના અધિકારીની સંડોવણી છે તે પણ હજુ સુધી બહાર આવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...