તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આઈટી રિટર્નની મુદ્દતમાં એક મહિનાનો વધારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા ગુરૂવારે રાત્રે ટ્વીટના માધ્યમથી ઇન્કટેક્સ રિટર્ન અને ટેક્સ ઓડિટ રિપોર્ટ જમા કરાવવાની મુદતમાં અેક મહિનાનો વધારો કર્યો છે.મુદતમાં વધારો થતા કરદાતાઓ અને ટેક્સ કન્સલ્ટન્ટન્ટે રાહતનો શ્વાસ લીધો હતો.

અનેક પ્રતિનિધી મંડળ દ્વારા ઇન્કમટેક્સ વિભાગને અાઇ.ટી.અાર અને ઓડિટ રિપોર્ટ જમા કરાવવાની મુદતમાં વધારો કરવા માટે રજુઆત કરાઈ હતી.જેથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સત્તાવાર ટ્વીટર હેન્ડલના માધ્યમથી ગુરૂવારે રાત્રે સમયમર્યાદામાં વધારો કર્યો હોવાનું જણાવ્યું છે. જેને પગલે કરદાતા અને ટેક્સ પ્રોફેશનલ્સે રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...