તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલી ટાણે પાણી,ખાડા મુદ્દે લોકો આક્રોશ વ્યકત કરે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકોનો કાઉન્સિલરોને ટોણો : ચૂંટણી આવી એટલે દેખાયા
ઇન્ફ્રા રિપોર્ટર| વડોદરા

લોકસભા બેઠકની ચૂંટણી માટે પ્રચાર હાલ જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે કાળઝાળ ગરમીમાં પ્રચાર કરવા જતાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને સ્થાનિક કાઉન્સિલર્સ સમક્ષ મતદારોને પ્રશ્નોનો મારો ચલાવી રહ્યા છે.

ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટ અને કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ (ટીકો) તેઓના પક્ષના કાઉન્સિલર્સ સાથે પ્રચાર-ફેરણીમાં નીકળે છે. કાઉન્સિલરો પણ જૂથ બેઠક અને ઘરે ઘરે ફરીને પ્રચાર કરી રહ્યા છે ત્યારે ઘણા કિસ્સામાં સ્થાનિક લોકો પાણી, ડ્રેનજ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ જેવા પ્રશ્નો અંગે કાઉન્સિલર્સ સામે રોષ ઠાલવી રહ્યા છે. વાડી વિસ્તારમાં ભાજપાની ફેરણી દરમિયાન સ્થાનિક લોકોએ ઉમેદવાર સાથે ફેરણીમાં જોડાયેલા સ્થાનિક કાઉન્સિલર્સને લોકોએ જણાવ્યું કે, ચૂંટણી આવી, ત્યારે તમે દેખાયા છો. અત્યાર સુધી ક્યાં ખોવાઇ ગયા હતા. આજે વોટની જરૂર પડી ત્યારે દેખાયા છો. આવા જ સવાલો કોંગ્રેસના કાઉન્સિલરોને પણ લોકો કરી રહ્યા છે. હુજરતપાગા વિસ્તારની ફેરણીમાં કોંગ્રેસના કાઉન્સિલરોને જોઇને સ્થાનિક રહીશોએ અત્યાર સુધી કેમ દેખાયા ન હતા તેવો સવાલ કરીને પાણી સહિતની સમસ્યા હોવાની રજૂઆતો કરી હતી.

લોકસભાની ષચૂંટણીમાં આચારસંહિતાના ભાગરૂપે રાતના દસ વાગ્યા બાદ કોઇ પણ જાતની સભા માઇક પર સંબોધન સાથે કરી શકાતી નથી. આ સંજોગોમાં, છાણી વિસ્તારમાં બુધવારે રાતે ખાનગી પાર્ટી પ્લોટમાં એક સામાજિક મેળાવડો કરાયો હતો.તેમાં મતદાન જાગૃતિ અભિયાન માટે બેઠક રખાઇ હતી. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા રાતે 9 વાગે પહોંચવાના હતા. પરંતુ, રાતે દશ વાગ્યા સુધી તેઓ પહોંચી શકયા ન હતા અને તેના કારણે પૂર્વ મેયર ભરત ડાંગરને જુદા જુદા વિષયો પર 35 મિનીટ સુધી સંબોધન કરવાની ફરજ પડી હતી. જોકે, બુધવારે રાતે સવા દશ વાગે પહોંચેલા પુરુષોત્તમ રૂપાલાને આચારસંહિતાનો નિયમ લાગુ પડતા હોલમાં બધાને ખુરશી સાથે આગળ આવવા કહેવુ પડયંુ હતંુ અને માઇક વગર ભાષણ કરવું પડયું હતું.

રાજ્યમાં સૌથી વધુ 216 થર્ડ જેન્ડર મતદાર વડોદરામાં, સોૈથી ઓછા બનાસકાંઠામાં
5 વર્ષમાં રાજ્યમાં થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા 990 થઇ
ઇન્ફ્રા રિપોર્ટર| વડોદરા

લોકસભાની ચૂંટણીમાં પુરુષ મતદારો,સ્ત્રી મતદારોની સાથોસાથ થર્ડ જેન્ડર મતદારોની પણ નોંધણી થઇ છે. જેમાં, આ વખતે વડોદરામાં 216 આવા મતદારો છે અને તે રાજ્યમાં સૌથી વધુ છે. જ્યારે સૌથી ઓછા થર્ડ જેન્ડર માત્ર ચાર બનાસકાંઠામાં છે.

મધ્ય ગુજરાતમાં લોકસભાની પાંચ બેઠક છે અને તેના માટે 51 દાવેદારો મેદાનમાં છે. મધ્ય ગુજરાતમાં 36.75 લાખ મહિલા મતદારો છે અને ત્રણ મહિલા ઉમેદવારો છે. જેમાંયે, વડોદરામાં બે અને છોટાઉદેપુરમાં એક મહિલા ઉમેદવાર છે. જ્યારે થર્ડ જેન્ડર મતદારોમાં ભરૂચમાં 41, પંચમહાલમાં 15 ,દાહોદમાં 16 અને છોટાઉદેપુરમાં 11 છે.

અત્રે નોંધનીય છે કે, 2014ની લોકસભાની ચૂંટણીમાં વડોદરા સંસદીય મતવિસ્તારમાં થર્ડ જેન્ડર મતદારો 26 હતા. પાંચ વર્ષમાં તેમાં 107નો વધારો થયો છે.

2014માં મધ્ય ગુજરાતમાં થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા 63 હતી અને 2019માં તેમાં 153નો વધારો થયો છે. 2014માં પંચમહાલમાં 3, દાહોદમાં 4, છોટાઉદેપુરમાં 2 અને ભરૂચમાં 28 થર્ડ જેન્ડર મતદારો હતા. છેલ્લા 5 ર્ષમાં થર્ડ જેન્ડર મતદારોની સખ્યામાં વધારો થઇ 990 થઇ છે.

ફરાસખાનાનો ભ્રષ્ટાચાર અટકાવવા માગ
વડોદરા . લોકસભા ચૂંટણ દરમિયાન 30 દિવસ સુધી પોલિટેક્નિક ખાતે ફરાસખાનાના ચાલતી વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે સામાજિક સંસ્થાઅે કલેક્ટરને આવેદન આપ્યું હતું. ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે જણાવ્યું કે, લોકસભા ચૂંટણીની મતદાન તારીખ 23 એપ્રિલથી રિઝલ્ટ 23 મે (30 દિવસ) દરમિયાન પોલિટેક્નિક ખાતે ફરાસખાનાના વ્યવસ્થા કરવામાં આવી છે. જેની ટેન્ડર પ્રક્રિયા દરમિયાન 51 જાતની અલગ અલગ કામગીરીનો સમાવેશ કરી કોઈ ફરાસખાના- વાળાને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. જે કામગીરીની વસ્તુ કાયમ કે વેચાતી લઈએ તો તેનો ભાવ વધારેમાં વધારે રૂ.3.65 લાખ થાય જ્યારે તેનું 30 દિવસનું ભાડું રૂ.28.26 લાખ થાય છે.

અન્ય સમાચારો પણ છે...