• Gujarati News
  • National
  • Vadodara News On The First Day Of Norata Jawara Kalash Was Installed In The Temples 073044

નોરતાના પ્રથમ દિવસે મંદિરોમાં જવારા, કળશનું સ્થાપન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શારદીય નવરાત્રીના બીજા દિવસે દુર્ગા દેવીના બીજા સ્વરૂપ બ્રહ્મચારિણી દેવીનું પૂજન-અર્ચન કરવામાં આવશે. બ્રહ્મચારિણીમાં બ્રહ્મનો અર્થ તપ છે અને ચારિણીનો અર્થ આચરણ કરવાવાળી છે. તપનું આચરણ કરવા વાળી દેવીના રૂપમાં ભગવતી દુર્ગાના દ્વિતીય સ્વરૂપનું નામ બ્રહ્મચારિણી પડ્યું છે. દેવીઅે ભગવાન શિવને પતિ રૂપમાં પામવા માટે ઘોર તપ કર્યું હતું. જ્યારે દેવી દુર્ગાના તપસ્વિની સ્વરૂપનાં દર્શન-પૂજનથી ભક્તોને શુભ ફળ પ્રાપ્ત થાય છે.

આસો સુદ અેકમ ને રવિવારના રોજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે શૈલપુત્રીની પૂજા કરવાનું વિધાન છે. નવરાત્રીના દિવસે વહેલી સવારથી જ માઈ ભક્તોઅે શહેરનાં વિવિધ મંદિરોમાં પહોંચીને માતાજીનાં દર્શન કરી તેમનું પૂજન-અર્ચન કર્યું હતું. આ ઉપરાંત મંદિરોમાં જવારા અને કળશ સ્થાપન પણ કરવામાં આવ્યું હતું.

નવરાત્રના પહેલા દિવસે શહેરના બહુચરાજી માતાજી,અંબા માતાના મંદિર, મહાકાળી માતાના મંદિર તેમજ પાદરા તાલુકાના રણુ ગામે આવેલા સુપ્રસિદ્ધ તુળજાભવાની માતાજીના મંદિરે ભક્તોઅે દર્શન માટે લાઈનો લગાવી હતી. વડોદરા નજીક આવેલા પાવાગઢ ધામમાં નોરતાંના પહેલા દિવસે 2 લાખ ભક્તોઅે દર્શનનો લાભ લીધો હતો. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરને લાઈટોથી સુશોભિત કરવામાં આવ્યું છે. જ્યારે નવરાત્રમાં ભક્તોની ભારે ભીડ પહાેંચતી હોવાથી પોલીસ તંત્ર દ્વારા પણ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...