તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંધિયા, જલેબીના નમૂનાનો રિપોર્ટ 15 દિવસ પછી આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાયણ પર્વ પૂર્વે પાલિકાના ફૂડ વિભાગે ઝુંબેશ ચાલુ રાખી શહેરમાંથી ઊંધિયા,સેવ,જલેબી,ચિક્કીના વધુ નવ નમૂના લઇને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી દીધા હતા.

પાલિકાના ફૂડ વિભાગે બે દિવસથી શહેરમાં ઊંધિયા, જલેબી, ચિક્કીનું વેચાણ કરતા વેપારીઓની દુકાનોમાં સપાટો બોલાવ્યો છે. ઉત્તરાયણમાં સૌથી વધુ ઉપયોગ ઊંધિયા,સેવ,જલેબીનો વડોદરાવાસીઓ કરી રહ્યા છે.જેથી, બે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઊંધિયા,સેવ,જલેબી,ચિક્કીનું વેચાણ કરતી દુકાનોમાં ફૂૂડ વિભાગે ચેકિંગ અભિયાન ઉપાડ્યું છે. શનિવારે કારેલીબાગ, ન્યૂવીઆઇપી રોડ,જેપી રોડ,વાઘોડિયા રોડ,દાંડિયાબજાર અને માંજલપુરની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આ દરોડા ઝુંબેશમાં ન્યૂ વીઆઇપી રોડની દુકાનમાંથી જલેબી અને ઊંધિયા,દાંડિયાબજારની દુકાનમાંથી સેવ અને જલેબી,કારેલીબાગની દુકાનમાંથી ગોળ,કલાદર્શન ચાર રસ્તા પાસેની દુકાનમાંથી સુરતી ઊંધિયા,જેપી રોડની દુકાનમાંથી જલેબી અને ઊંધિયા,માંજલપુર વિસ્તારની દુકાનમાંથી ચિક્કીના નમૂના લેવામાં આવ્યા હતા.ફૂૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ડો.મુકેશ વૈદ્યે જણાવ્યું હતું કે, શનિવારે વધુ 9 નમૂના લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...