MSUમાં મેગા પ્લેસમેન્ટ ફેરમાં 700 વિદ્યાર્થીઓને ઓફર લેટર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગ દ્વારા એમ.એસ.યુનિ.માં યોજાયેલા મેગા કેમ્પસ પ્લેસમેન્ટ ફેરમાં 27 કંપનીઓ ભાગ લીધો હતો. 1800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 700 વિદ્યાર્થીઓને જોબ ઓફર લેટર મળ્યા હતા.

13 ફેબ્રુઆરી 2020,ગુરુવારે પ્લેસમેન્ટ ફેર મહારાજા પ્રતાપસિંહ પરિસર,દીપ બિલ્ડિંગ ખાતે સવારે 10 વાગ્યે ફેર યોજાયો હતો. મ.સ.યુનિ.સહિત વડોદરા જિલ્લાની વિવિધ કોલેજોમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોકરી મળે તે હેતુથી ફેરનું આયોજન કરાયું હતું. 3500 જેટલા વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ ફેરમાં ઉપસ્થિત રહેવા માટે નામ નોંધાવ્યાં હતા. જેમાંથી 1800 જેટલા વિદ્યાર્થીઓ જ ઉપસ્થિત રહ્યા હતા. 100 કંપનીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પંરતુ માત્ર 27 કંપનીઓ જ ઉપસ્થિત રહી હતી. 11 જેટલી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ આમાં ભાગ લીધો હતો. ફેરના દિવસે સ્થળ પર 442 વિદ્યાર્થીઓ નોંધણી કરાવી હતી. ટેકનોલોજી અને પોલીટેકનીક કોલેજના વિદ્યાર્થીઓને રીલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝ લીમીટેડ,ટાટા ઇન્ડ્રસ્ટ્રીઝ,એલ એન્ડ ટી ટેકનોલોજી લીમીટેડ,અતુલ લીમીટેડમાં નોકરીની તક મળી હતી.

100 કંપનીની નોંધણી,27 કંપનીએ ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...