તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાઇન ફ્લૂના 46 શંકાસ્પદ પૈકી 24 કેસ પોઝિટિવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

શહેરમાં સ્વાઇન ફ્લૂનો ક્હેર વધી રહ્યો છે. રાજ્ય સરકારે માર્ચ મહિનામાં પણ કેસ વધશે તેવી ભીતિ સેવી હતી. તે મુજબ શંકાસ્પદ કેસ વધી રહ્યા છે. શહેર બહારનાં દર્દીઓમાં પણ વધારો થતાં તેમને સારવાર માટે અત્રે લવાયાં છે. રવિવારે 46 શંકાસ્પદ કેસનાં સેમ્પલ પૈકી 24 સેમ્પલ પોઝિટિવ આવ્યાં હતાં.જે કેસમાં વડોદરા શહેરના 15 કેસનો સમાવેશ થાય છે.

ભરૂચના 3 મહિનાના બાળકને , સુભાનપુરાના 7 મહિનાના બાળકને, ગ્રામ્ય વિસ્તારના 7 વર્ષના બાળક સહિત અનેક નવા કેસ પોઝિટિવ આવતાં તમામને અત્રે સારવાર માટે લાવવામાં આવ્યાં છે. શહેરના પોઝિટિવ કેસમાં મોટા ભાગના સિનિયર સિટિજનનો સમાવેશ થાયછે. આરોગ્ય વિભાગે નાગરિકોને સાવચેતી માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આજે નોંધાયેલા કેસ સાથે શહેરમાં બે જ મહિનામાં સત્તાવાર પોઝિટિવ કેસ 278 થયા છે. જ્યારે 14 લોકો મૃત્યુ પામ્યાં છે. ગ્રામ્ય વિસ્તારમાં 58 લોકોના કેસ પોઝિટિવ આવ્યા છે અને 7 લોકોનાં મોત થયાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો