તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાના 23 રિપોર્ટ ચકાસાયા, એક પણ પોઝિટિવ ન આવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરામાં આજે સતત બીજા દિવસે કોરોનાએ રજા પાળતા એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. બીજી તરફ કોરોનાના 23 રિપોર્ટ તંત્ર દ્વારા લેબમાં મોકલવામાં આવ્યાં હતા. જ્યારે લેબ દ્વારા જાહેર થયેલા રિપોર્ટમાં એક પણ પોઝિટિવ કેસ ન આવતાં તંત્રે ફરીવાર રાહતનો દમ લીધો હતો. બીજી તરફ 27 વર્ષના એક યુવાનને શંકાસ્પદ કોરોનામાં એસએસજીમાં સારવાર માટે લવાયો છે. આ યુવાન આજવા ખાતેની ક્વોરેન્ટાઇન ફેસિલિટીમાં હતો અને તેને માથાની પાછળ સતત દુ:ખાવાની અને કેટલાક ભ્રમ થતા હોવાની ફરિયાદ કરી હોવાનું જાણવા મળે છે.

અત્યાર સુધીમાં કોરોનાના 101 રિપોર્ટ તંત્ર દ્વારા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે, જે પૈકીના 90 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 9 પોઝિટિવ તથા બે નમૂના કેન્સલ થયા હતા. એસએસજીમાં 60 અને ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે 30 મહિલાઓ અને 39 પુરુષો સહિત 69 લોકોનું ફ્લુ ઓપીડીમાં સ્ક્રિનિંગ કરવામાં આવતા આજે શહેરની મોટી બે હોસ્પિટલોમાં સ્ક્રિનિંગની સંખ્યા 129ની નોંધાઇ હતી.

ગોરવાના કિશોરના સેમ્પલ લેબમાં મોકલાયા

ગોત્રી જીએમઇઆરએસ ખાતે 13 વર્ષના એક કિશોરને ખાંસી-શરદીની ફરિયાદ હોવાથી ફ્લુની અોપીડીમાં લાવવામાં આવ્યો હતો. પણ શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા તેના નમૂનાઓ લઇને લેબમાં મોકલવામાં આવ્યાં છે. આ કિશોર ગોરવાનો છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટરી નથી.

13 લાખથી વધુ લોકોનો સરવે પૂરો કરાયો

કોરોનાની કટોકટીની સ્થિતિમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય સરવે માટે 752 ટીમોની રચના કરવામાં આવી હતી. જેમાં 14,57,729 લોકો પૈકી 13,73,820 લોકોને આવરી લેવામાં આવ્યા છે. જેમાંથી 672 તાવથી અને 1,488 કફથી પિડાતા હોવાથી તેમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સતત બીજા દિવસે કોરોનાએ રજા પાળી, એક રિપોર્ટ પેન્ડિંગ

અન્ય સમાચારો પણ છે...