તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Now You Have A Simple Installment Scheme For Tour Operators And Foreign Tours 075058

હવે ટૂર અોપરેટરોઅે વિદેશ ટૂર માટે સરળ હપ્તાની સ્કીમ મૂકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

ગુજરાતીઅો ફરવાના શોખ માટે વિશ્વ વિખ્યાત છે. ત્યારે મધ્યમ વર્ગને વિદેશ પ્રવાસનો શોખ પૂરો કરવા ટૂર અોપરેટરો દ્વારા સફરનો ખર્ચ સરળ હપ્તેથી ચકૂવવાની સ્કીમનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. માત્ર રૂ.2100 ના હપ્તામાં થાઇલેન્ડની વિદેશ પ્રવાસની ટૂર લઇ જવાય છે. જ્યારે મોટી ટૂર માટે અલગ અોપ્શન અપાય છે.

ઉનાળુ વેકેશન શરૂ થવાની ઘડીઅો ગણાય છે. ગરમીમાં ફરવા જવા દેશ સાથે વિદેશનો ક્રેઝ વધ્યો છે. દેશમાં ફરવા જવાનો જેટલો ખર્ચ થાય તેટલા જ ખર્ચમાં વિદેશ ટૂર અોપરેટરો દ્વારા મૂકાય છે. વડોદરામાંથી અંદાજે ઉનાળામાં 50 હજાર ઉપરાંત લોકો વિદેશ ફરવા જાય છે. ખાસ કરીને ગ્રૂપ ટૂરનું ચલણ વધારે છે. સૌથી વધુ અા વર્ષે યુરોપ ટૂર ફેવરિટ છે. મોંઘી યુરોપ ટૂર બે જ દેશ સ્વિત્ઝર્લેન્ડ અને મોરિસિયસ પૂરતી કરી માત્ર રૂ. 81 હજારમાં અોફર કરાય છે. અા સાથે સિંગાપુર , બાલી અને બેંકકોક- પતાયા પણ ઉનાળામાં ચલણમાં છે.ટૂર અોપરેટરો મુજબ પણ મોટા ભાગે તમામ 4 નાઇટ ટૂર રૂ. 65થી 75 હજારની થતી હોય છે.

શહેરના પ્રવાસીઓમાં ક્રૂઝની સફરનો ક્રેઝ વધ્યો
ગુજરાતીઅો પહેલાં દેશમાં,પછી વિદેશમાં ફરતા થયા. હવે વડોદરાના લોકોમાં ક્રૂઝમાં ફરવાનો ક્રેઝ વધ્યો છે. બાલી , સિંગાપુર સહિત બોમ્બેથી ગોવા માટે પણ ક્રૂઝમાં જવાનું ખાસ ગોઠવાય છે.

હપ્તાની સ્કીમમાં ફાઇનાન્સ કંપનીનું કાર્ડ જરૂરી
ફરવા જવા સરળ હપ્તાની સ્કીમ બધા અોપરેટરો અાપે છે. પરંતુ તે માટે જે-તે વ્યક્તિ પાસે ફાઇનાન્સ કંપનીનું કાર્ડ જરૂરી છે. જેટલી રકમ ફાઇનાન્સ કંપની ચૂકવે તેના હપ્તા કરી દેવાય છે. ટૂર અોપરેટર

અન્ય સમાચારો પણ છે...