તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Now There Is No Pressure On The Pressers The Cameras Will Be Fired At The Vicinity Of The Plot 033152

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે દબાણો કરનારની ખેર નથી : પાલિકાના પ્લોટ પર કેમેરા ગોઠવી વર્ચ્યૂલ ફેન્સિંગ કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્માર્ટસિટી પ્રોજેકટ અંતર્ગત આઇસીટી પ્રોજેકટ એટલે ઓટોમેટેડ લેન્ડ એન્કોરચમેન્ટ પ્રીવેન્શન સીસ્ટમની કામગીરી 5 કરોડના ખર્ચે આ કામગીરી હાથ ધરાશે .મહાનગર પાલિકાના 60-70 જેટલા પ્લોટ પર વર્ચ્યલ ફેન્સીંગ કરાશે. પાલિકાના કોઇ પણ પ્લોટમાં ટેમ્પરરી કે કાયમી દબાણ થાય તો તરત જ જે તે અધિકારીઓને એલર્ટ,ફોટો અને રીપોર્ટ સહિતની માહિતી મળી જશે. નવી ટેકનોલોજીની મદદથી અધિકારી કે સ્ટાફને ઓફીસમાં બેઠા બેઠા જોઇ શકાશે. જેથી પાલિકાના મોકાના પ્લોટ ઉપર ભવિષ્યમાં થનાર કાયમી દબાણ,ગંદકી,અનધિકૃત પાર્કીંગ કે બીજા ન્યુસન્સને તાત્કાલિક ધોરણે રોકી શકાશે. આ પ્રોજેકટનો ખર્ચ આશરે 5 કરોડ જેટલો થશે. આ પ્રોજેકટનું પ્રાયોગિક ધોરણે ટેસ્ટીંગ કર્યા બાદ કામનો ઓર્ડર કરવામાં આવશે. આ કામગીરી તબક્કાવાર કુલ 3 થી 6 મહિનામાં પૂરી કરાશે.ં મહાનગર પાલિકાના પ્લોટો પર ગેરકાયેદ દબાણ બારોબાર કરી લેવાતા હોવાની ઘટના અવાર નવાર બનતી હોય છે. કોઇ પણ વ્યકિત દ્વારા દબાણ કે અનઅધિકૃત કાર્ય કરવામાં આવશે તો તાત્કાલીક તેની જાણ જવાબદાર અધિકારીઓને નવી ટેકનોલોજીથી થઇ જશે જેના પગલે તે રોકી શકાશે. વર્ચ્યલ ફેન્સીંગ માટે તમામ પ્લોટો પર કેમેરા ગોઠવવામાં આવશે. ટેકનોલોજીની મદદથી અધિકારીઓ 24 કલાકમાં ગમે તે સમયે એલર્ટ મળી જશે જેથી દબાણની પ્રવૃત્તી પર રોક લાગશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો