તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય રમતોમાં જવાની તૈયારી કરી શકશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

_photocaption_ઉદ્ઘાટનને દિવસે વિદ્યાર્થિનીઓ કબડ્ડી રમી હતી જ્યારે વિદ્યાર્થીઓ બાસ્કેટબોલ, નેટબોલ સહિતની રમતો રમ્યા હતાં. આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય રમતો માટે અહીં તૈયારી થશે.*photocaption*

વિદ્યાર્થિનીઓ કબડ્ડી રમી, વિદ્યાર્થીઓ બાસ્કેટ બોલ રમ્યાં

creation for students
સિટી રિપોર્ટર . વડોદરા


પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સ્પોર્ટસમાં પણ આગળ વધી શકે તે માટે નવા સ્પોર્ટસ કોમ્પલેક્ષની રચના કરવામાં આવી છે. આ સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં 2 બાસ્કેટબોલ કોર્ટ, 2 વોલીબોલ કોર્ટ, 2 ટેબલ ટેનિસ કોર્ટ, 2 કબડ્ડી કોર્ટ, ક્રિકેટ અને નેટબોલની પ્રેક્ટીસ માટે મલ્ટીપર્પઝ રચના કરાઇ છે. આર્કિટેક્ચરનાં વિદ્યાર્થીઓએ જ અન્ય તમામ વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની રચના કરી છે. આર્કિટેક્ચરનાં શિક્ષકની મદદ અને માર્ગદર્શન હેઠળ કોમ્પલેક્ષ અને બધાજ સ્પોર્ટસનું બાંધકામ તેના નિયમો અનુસાર કરવામાં આવ્યું છે. આર્કિટેક્ચરનાં વિદ્યાર્થીઓ દ્વારા માત્ર 3 મહિનામાં જ સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર કરવામાં આવ્યું છે. પારુલ ઇન્સ્ટિટ્યુટ ઓફ આર્કિટેક્ચર એન્ડ રિસર્ચનાં વિદ્યાર્થીઓનો સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાનો ઉદ્દેશ એ જ હતો કે યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ સારી રીતે રમતની પ્રેક્ટીસ કરી શકે અને ઇન્ટરનેશનલ લેવલની ટૂર્નામેન્ટમાં પણ ભાગ લેવા જઇ શકે છે. આ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું ઉદઘાટન ધારાસભ્ય સીમા મોહીલેના હસ્તે કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો