• Gujarati News
  • National
  • Vadodara News Now If The Memo Is More Available Then The Third Party Insurance Premium Will Also Increase 074031

હવે મેમો વધુ અાવશે તો થર્ડ પાર્ટી ઇન્સ્યુરન્સનું પ્રીમિયમ પણ વધશેે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમારા વાહનને જેટલા વધુ મેમો મળ્યા હશે, તેટલો થર્ટ પાર્ટી ઇન્સોરન્સનુ પ્રીમિયમ તમારે જે-તે વાહનનું વધુ ચુકવવો પડશે. કેન્દ્ર સરકાર દ્વારા અા અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાશે. છેલ્લે બે વર્ષથી અા અંગે સર્વે ચાલી રહ્યો છે. સડક પરિવહન મંત્રાલય દ્વારા અક્સમાતના બનાવોમા ઘટાડો લાવવા ડાયનેમીક પ્રીમિયમ અમલી કરવા અાયોજન થયું છે.

કેન્દ્ર સરકાર મોટર વ્હીકલ અેક્ટ દ્વારા માત્ર ઉંચો દંડ વસુલવા નથી માગતી અા સિવાય પણ રોડ સેફ્ટી અને અન્ય વાહન ચાલક દ્વારા બીજાને નુકસાન ન પહોંચે તે માટે કવાયત હાથ ધરી રહી છે. જે વાહન ચાલક ને વારંવાર મેમો મળતો હોય તે ડેન્જરસ કેટેગરીમાં મૂકાય છે. હાલ તેનંુ લાઇસન્સ સસ્પેન્ડ કરાય છે. પરંતુ અાગામી સમયમાં તેના વાહન અન્ય વ્યક્તિને અથડાવાની શક્યતા વધુ હોવાથી થર્ડ પાર્ટી વીમાનું પ્રીમિયમ વધારે લેવાશે.

હાલ વાહન સોફ્ટવેર સાથે સત્તાવાર રીતે ઇન્સ્યોરન્સ કંપની લીંક નથી. પંરતુ તેમને લીંક કરાશે. જેથી ઇન્સ્યોરન્સ કંપની વાહનને લગતા તમામ ડેટા જોઇ શકે અને તે પ્રમાણે પ્રીમિયમ વસુલી શકે.

સરકાર પ્રીમિયમ નક્કી કરશે

અગાઉ ઇરડા પ્રીમિયમ નક્કી કરતંુ હતું . હવે કેન્દ્ર સરકાર નક્કી કરશે. વાહન અંગે વિમા કંપનીને ડેટા મળી રહેશે. બે વર્ષથી સરકાર કવાયત કરે છે.> અે.અેમ. પટેલ , ઇન્ચાર્જ અારટીઅો

માત્ર 33 ટકા વાહનોનો વીમો લેવાય છે

હાલ દેશમાં માત્ર 33 ટકા વાહનોનો પાસે ઇન્સ્યોરન્સ છે. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ પણ ફિક્સ છે. તેમ છતાં માત્ર 3 3ટકા વાહનો પાસે જ વિમો છે. તાજેતરમાં નવા વાહનો માટે ફોરવ્હીલરમાં થર્ડ પાર્ટી ઇન્સોરન્સ 3 વર્ષ અને ટુવ્હીલરમાં 5 વર્ષ કરાયું છે.

થર્ડ પાર્ટી પ્રીમિયમ કેટલુ

વાહન પ્રીમિયમ

બાઇક રૂા.482

1000સીસી રૂા. 2120

1500 સીસી રૂા.3300

અાથી વધુ સીસી રૂા. 7890

વાહન સોફટવેર સાથે વીમા કંપની લિંક થશે

ચેતવા જેવું ખરું ટ્રાફિક નિયમોનુ ઉલ્લંઘન હવે મોઘું પડશે

અન્ય સમાચારો પણ છે...