તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા-અ’વાદ મેટ્રો લિંક સર્વિસમાં હવે મોટી બસો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા - અમદાવાદ વચ્ચે મેટ્રો લીંક બસ સર્વીસ એસટી નિગમ દ્વારા શરૂ કરવામાં આવી હતી. 35 બેઠકો ધરાવતી મિની બસની સર્વીસમાં મુસાફરોની સંખ્યામાં વધારો થતા હવે 50 બેઠકો ધરાવતી લકઝરી બસોને શરૂ કરવામાં આવી છે. અમદાવાદ અને વડોદરા વચ્ચે રોજની 84 ટ્રીપોમાં 3 હજાર કરતા વધારે મુસાફરો પ્રવાસ કરે છે.

ગુજરાત એસ.ટી.વિભાગ દ્વારા વડોદરા અને અમદાવાદ વચ્ચે જોડતી બસ સુવિધા મેટ્રો લીંક સર્વીસની શરૂઆત કરી હતી. સવારે 6 વાગ્યાથી શરૂ થતી બસ સર્વીસ રાત્રે 8.30 વાગ્યા સુધી ચલાવામાં આવતી હોય છે. 35 સીટો સાથેની મીની બસ સર્વીસ શરૂ કરવામાં આવી હતી. જેને સારો પ્રતિસાદ મળતાં એસટી વિભાગે 50 બેઠકો ધરાવતી લકઝરી બસો શરૂ કરી છે. વડોદરા તરફથી 7 બસો અને અમદાવાદ તરફથી 7 બસો મળીને કુલ 14 બસો રોજની ચલાવામાં આવે છે. બંને તરફે મળીને કુલ 84 જેટલી ટ્રીપો થાય છે. અગાઉ મીની બસ હતી ત્યારે રોજના 2500 મુસાફરો મુસાફરી કરતા હતા. હવે લકઝરી બસોમાં સંખ્યામાં વધારો થયો છે જેમાં 3 હજાર કરતા વધારે મુસાફરો મુસાફરી કરે છે. સવારે 6 થી 10.30 વાગ્યાના પીકઅવર્સના સમયગાળામાં દર 15 મિનિટે બસ ઉપડે છે,બાદમાં દર 20 મિનિટે બસ ઉપાડવામાં આવે છે. બપોરે 12 થી 4 વાગ્યાના સમય દરમિયાન દર અડધો કલાકે બસ ઉપડે છે. બપોરે 4 થી 5 માં દર 20 મિનિટે બસ ઉપડે છે. જયારે 5 થી 8 વાગ્યાના પીકઅવર્સના સમયગા‌ળામાં દર 15 મિનિટે બસ ઉપાડાય છે. મીની બસની ટીકીટ 60 રૂપીયા એક તરફનું ભાડું લેવામાં આવતું હતું તે જ ભાડુ લકઝરી બસમાં લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો