તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી ટ્રેનિંગમાં ગેરહાજર 13 કર્મચારીને નોટિસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા ચૂંટણી-2019નું 23 એપ્રીલના રોજ મતદાન થવાનું છે. જે માટે ચૂંટણી તંત્ર દ્વારા અલગ અલગ મતવિસ્તાર પ્રમાણે ચૂંટણીમાં ફરજ માટે શિક્ષકો અને સરકારી કર્મચારીઓને રોકવામાં આવ્યાં છે.ત્યારે કેટલાય શિક્ષકો અને સરકારી કર્મચારીઓ ચૂંટણીની ટ્રેનીંગમાં વિવિધ કારણોસર ગેરહાજર રહ્યાં છે. આવા 13 જેટલા કર્મચારીઓને રાવપુરા મતવિસ્તારના અધિકારીએ નોટીસ ફટકારી છે.જ્યારે નોટીસ મળતા જ 8 કર્મચારીઓ કડક શિક્ષાના ડરથી હાજર પણ થઈ ગયા છે.

ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, ચૂંટણીના મહાપર્વમાં પોલીસકર્મીઓ, એસટીના કર્મચારીઓ, હોમગાર્ડ સહિતના ગણવેશધારી જવાનો ઉપરાંત શિક્ષકો અને વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓને વિવિધ ઈલેક્શન ડ્યુટી સોંપાઇ છે. જોકે આ ઈલેક્શન ડ્યુટી ન કરવા માટે કેટલાય કર્મચારીઓ સગા-સંબંધીઓનું મરણ, બિમારી, સામાજીક કારણો, લગ્ન પ્રસંગ જેવા બહાના કાઢતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...