તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News North India39s Snowfall Effect Will Increase The Intensity Of The Cold 074057

ઉત્તર ભારતની બરફવર્ષાની અસરથી ઠંડીની તીવ્રતા વધશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થવાથી ઠંડા પવનો મેદાની વિસ્તારોમાં ફુંકાવાના શરૂ થયા છે. વડોદરાની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ આ મેદાની વિસ્તારોમાંથી પસાર થઈ ઠંડા પવનો શહેરમાં પ્રવેશે છે જેના કારણે ઠંડીનું પ્રમાણ વધે છે. હવામાન શાસ્ત્રીઓના મુજબ આ વિંડ પેટર્ન જ શહેરમાં ઠંડીની શરૂઆત કરશે. 15 નવેમ્બર થી શહેરમાં ઠંડીનું આગમન થવાની સંભાવના છે.

બીજી તરફ શનિવારના રોજ લઘુત્તમ તાપમાનનો પારો 22.6 ડિગ્રી તેમજ મહત્તમ તાપમાનનો પારો 33.2 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ઠંડા પવનો ફુંકાવાથી વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો ચમકારો પણ વર્તાયો હતો.

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર,આગામી દિવસોમાં ઠંડા પવનોના કારણે શહેર ઠંડુગાર થવાની સંભાવના પુરેપુરી છે.જ્યારે નવેમ્બર મહિનામાં લઘુત્તમ તાપમાનનો પારો 12 થી 18 ડિગ્રી વચ્ચે રહે છે. જ્યારે વર્ષ 1968માં લઘુત્તમ તાપમાનનો પારો 6 ડિગ્રીએ પહોચ્યો હતો,જે આજદીન સુધીનો નવેમ્બર મહિનાનો રેકોર્ડ રહેલો છે.

અન્ય સમાચારો પણ છે...