• Gujarati News
  • National
  • Vadodara News Niswat Ngos Were Distributed Free Of Chassa To Pedestrians At Akshar Chakra 073522

નિસ્વાર્થ એનજીઓ દ્વારા અક્ષર ચોક ખાતે રાહદારીઓને છાસનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિસ્વાર્થ એનજીઓ દ્વારા અક્ષર ચોક ખાતે રાહદારીઓને છાસનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું.

જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન મુંબઇ ખાતેના ફેડ.3ના નિયુક્ત સભ્યોનુ સન્માન
જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશન (આંતરાષ્ટ્રીય) સંસ્થા મુંબઇ ખાતે જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન સંલગ્ન ફેડરેશન 3-એના સેન્ટ્રલ અને સ્પે.કમિટીમાં નિયુક્ત સભ્યોનું સન્માન જાયન્ટસ ગ્રૂપ ઓફ ભરૂચ દ્વારા તા.19,મેને રવિવારના રોજ ભરૂચ ખાતે યોજવામાં આવ્યો છે. જેમાં વાપીથી ખંભાત સુધીના ગ્રૂપના સભ્યો ઉપસ્થિત રહેશે. સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ડે.વર્લ્ડ ચેરમેન બળદેવભાઇ પટેલ, ડો.હસમુખભાઇ પટેલ સેન્ટ્રલ કમિટી સભ્ય પુન:નિયુક્ત, ભુપેન્દ્રભાઇ વશી સેન્ટ્રલ કમિટી સભ્ય નવનિયુક્ત , અનીલભાઇ દલાલ સેન્ટ્રલ કમિટી સભ્ય નવનિયુક્ત , કનુભાઇ પટેલ સેન્ટ્રલ કમિટી સભ્ય નવનિયુક્ત, યોગેશભાઇ પટેલ સેન્ટ્રલ કમિટી સભ્ય નવનિયુક્ત સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહશે.

રેકી દ્વારા ઉપચાર વિષય પર પ્રવચન-પ્રશ્નોત્તરી યોજાયાં
ઔમ નારાયણ ટ્રસ્ટ સિનિયર સીટીઝન મંડળ ખાતે રેકી નિષ્ણાત ડો.રાધિકાબેન બક્ષીનું રેકી તથા રેકી દ્વારા ઉપચાર વિષયે વૈજ્ઞાનિક તથા આરોગ્ય લક્ષી પ્રવર્ચન તથા પ્રશ્નોત્તરી યોજાયા હતા.

અક્ષર ચોક ખાતે છાસનું મફત વિતરણ
બેંક ઓફ બરોડા દ્વારા વિદેશ ભણવા જતા છાત્રોની સહાયતા માટે સ્પેશિયલ મીટ યોજાઇ
બેંક ઓફ બરોડા દ્વારા 13 મે,ના રોજ વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને લોનની જરૂરિયાત પૂરી પાડવા માટે વિશેષ મીટનું અાયોજન કરવામાં અાવ્યું હતું.જેમાં શહેરના 30 જેટલા કન્સલ્ટન્ટ દ્વારા ભાગ લઇને મહત્ત્વનાં સૂચનોની અાપ-લે કરવામાં અાવી હતી. બેંક ઓફ બરોડા મર્જર બાદ દેશની ત્રીજી મોટી બેંક બની છે.ધો-12 બોર્ડની પરીક્ષાના પરિણામ પહેલાં બેંક દ્વારા અાગળ ભણતર માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ લોન સંબંધિત ચર્ચા-વિચારણા માટે 13 મે,ના રોજ વિશેષ મીટનું અાયોજન કર્યું હતું.જેમાં શહેરના 30 જેટલા કન્સલ્ટન્ટ હાજર રહ્યા હતા અને સ્ટુડન્ટ લોન માટેનાં સૂચનોની અાપ-લે કરવામાં અાવી હતી. બેંક દ્વારા સ્ટુડન્ટ લોન અંગેની માહિતી પૂરી પાડી હતી.

સરળ રામાયણ-સ્મૃતિ સરિતા કાવ્ય સંગ્રહનું લોકાર્પણ
ડો.નલિની પુરોહિત રચિત ગુજરાતી (સરળ રામાયણ) અને હિન્દી (સ્મૃતિ સરિતા) કાવ્ય સંગ્રહ લોકાર્પણ સમારોહ પદ્મશ્રી વિષ્ણુ પંડયા, મ.સ.યુનિ.ના અતિથિપદે યોજાયો હતો.જેમાં પ્રો.હરીશ વ્યાસ,પ્રો.નીતા ભગત,ડો.મીરા રામનિવાસ,ડો.બીના બુદકી,ડો.હેમરાજ મીના ઉપસ્થિત રહ્યા હતા

હરસ,મસા અને ભંગદરના રોગોનું વિનામૂલ્યે નિદાન
પતજંલિ આરોગ્ય કેન્દ્ર દ્વારા તા.15 અને 16, મે ના રોજ સવારે 9 થી 12 અને સાંજે 5 થી 7 કલાકે હરસ,મસા અને ભંગદરના રોગોનું વિનામૂલ્યે નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે. પતજંલિ હેલ્થ કેર, 19,20, સનરાઇઝ શોપ, જુના બાપોદ જકાતનાકા પાસે, વાઘોડિયા રોડ ખાતે કેમ્પ યોજાશે.

25મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ
શિનોર રાણાવાસના નાકે આવેલ અંબાજી મંદિરના 25માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

નિઝામપુરામાં નિ:શુલ્ક રેકી હિલીંગ સેશનનું આયોજન
રેકીર સેન્ટરના ઉપક્રમે તા.15મી મે બુધવારના રોજ સાંજે 7 વાગે રેકી સેન્ટર,8,નીલકમલ,ઘેલાણી પેટ્રોલપંપની સામે,નિઝામપુરા ખાતે રેકી,ધ્યાન અને રેકી હિલીંગ સેશનનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વકતા તરીકે હરેન પટેલ હાજર રહેશે. એમ એક યાદીમાં જણાવાયું છે.

ગ્રીષ્મ શિબિરમાં યોજાયેલ વેશભૂષા હરીફાઇમાં વિજેતાઓનું સન્માન
લક્ષ્મીનાથ વ્યાયામ મંદિરમાં ચાલતી ગ્રીષ્મ શિબિરમાં યોજાયેલી બાળકોની વેશભૂષા હરિફાઇમાં નાના ગ્રૂપમાં પ્રથમ વિજેતા પરમાર ધનુષ અને મોટા ગ્રૂપમાં ત્રીજા વર્ષમાં પ્રથમ વિજેતા પરમાર પૃથ્વીરાજ થયા હતા.

સિનિયર સિટિઝન સમા વિસ્તાર કેન્દ્ર દ્વારા ઇન્ડોર ગેમનું આયોજન
સિનિયર સિટીઝન એસોસીયેશન,સમા વિસ્તાર કેન્દ્ર કોમ્યુનીટી સેન્ટર વડિલ કુટીર ખાતે 15મી મે બુધવારના રોજ સાંજે 5-30 વાગે ઇન્ડોર ગેમનું આયોજન કરવામાં આવ્યું છે.એમ સંસ્થાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રાવપુરામાં શ્રીમદ ભગવતગીતાના સંપૂર્ણ પાઠ-અભિષેકનું આયોજન
શ્રી વેંકટેશ બાલાજી મંદિર,જયુબીલીબાગ પાસે,15મી મે બુધવારના રોજ સવારે 8થી 10-30 દરમિયાન શ્રી બાલાજી ભગવાનનો પંચામૃત અભિષેક અને શ્રીમદ ભગવતગીતા સંપૂર્ણ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

સિનિયર સિટિઝન ગ્રુપ વાસણા રોડ દ્વારા તબીબી કેમ્પ યોજાશે
સિનિયર સિટીઝન ગ્રુપ વાસણા રોડ અને વાયરોક હોસ્પિટલ દ્વારા વાસણા રોડ ખાતે15મી મે ના રોજ સાંજે 5-30 થી 7-30 વાગે વડીલ વાત્સલ્ય ભવનસ ખોડીયાર ડેરીની સામે મકરંદ દેસાઈ રોડ ખાતે નિ:શુલ્ક તબીબી કેમ્પ યોજાશે.

સમૂહ યજ્ઞોપવીત સંસ્કારનું આયોજન
પાદરાના અંબાજી માતા પરિવાર ધ્વારા બ્રહ્મ સમાજની સમુહ યજ્ઞોપવિત સસ્કાર પાદરાના અંબાજી મદિરે યોજાયા હતા.

આર્ટ ઓફ લીવિંગની ભજન સંધ્યા
માંજલપુરમાં આર્ટ ઓફ લિવિંગ વડોદરાએ ભજન સંધ્યા અને મહાપ્રસાદ સાથે રવિશંકરના ૬૩માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

સ્ટેશન વિસ્તારમાં છાશ વિતરણ
શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ભકતજનો દ્વારા સ્ટેશન વિસ્તારમાં છાશનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું.

હિમોફીલીયા વિશે જાગૃતિ કાર્યક્રમ
એમ્પીથિયેટર, કમાટીબાગ ખાતે રવિવારે હિમોફીલીયા વિશે અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં ડો.નિલેશ શાહે હિમોફિલિયા વિશે માહિતી આપી હતી.

વડીલ વિહારમાં ચકલી ઘર વિતરણ
હેગડેવાર ગાર્ડનમા સ્વ.આચાર્ય નગીનલાલ ચાવડા ટ્રસ્ટ દ્વારા વડીલ વિહારમાં ચકલી ઘરનું વિતરણ કરાયું હતું.

બાબા હરદેવસિંહજી મહારાજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમને ‘સમર્પણ દિવસ’ તરીકે મનાવાયો
નિરંકારી બાબા હરદેવસિંહજી મહરાજજી ના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ને સમર્પણ દિવસ તરીકે મનાવાયો. તા. 13-5-19 ના રોજ સંત નિરંકારી સત્સંગ ભવન 31- પ્રતાપગંજ સ્થિત નિરંકારી બાબા હરદેવસિંહ મહરાજને શ્રદ્ધાંજલી રૂપે વડોદરા ઝોનના ઝોનલ ઇન્ચાર્જ બલજીતકોરજીની અધ્યક્ષતામાં સત્સંગનું આયોજન સાંજે 6 વાગે કરાયું છે. સંત નિરંકારી મિશન દ્વારા 13, મેં ના રોજ બાબા હરદેવસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી.વર્તમાન ગુરૂ માતા સુદીક્ષાજી ના માર્ગદર્શન હેઠળ વિશ્વભરની શાખાઓમાં 13મીને દિવસે ‘સમર્પણ દિવસ‘ તરીકે મનાવવામાં આવે છે.

600 જરૂરિયાતમંદ લોકોને કપડાં વિતરણ
શહેરના જય નારાયણ સુંદરકાંડ પરિવાર દ્વારા પૂ.વિનુભાઈના હસ્તે શૂલપાણેશ્વર મંદિરની પાછળ નર્મદા સરોવરના ઉપરવાસ ભાગ સહિતના વિસ્તારોમાં 600 જેટલા જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

એક કુંડી ગાયત્રી મહા યાગ કરવામાં આવ્યો


મલેકપુર માં આવેલ દરબાર ગઢ માં એક કુંડી ગાયત્રી મહા યાગ કરવામાં આવ્યો હતો તેમજ ગાયત્રી પરિવારના મનહરસિંહ પરમાર દ્વારા આ યજ્ઞ કરવામાં આવ્યો હતો.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

dbpressnote.vadodara@gmail.com

અથવા નીચેના સરનામે મોકલી અાપોે િદવ્ય ભાસ્કર | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
અન્ય સમાચારો પણ છે...