તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ VIPરોડ-મરીમાતાના ખાંચા પાસે પાણીની લાઇનમાં ભંગાણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાં પાણીની સમસ્યા યથાવત છે ત્યારે બે સ્થળોએે પાણીની લાઇનમાં થયેલા લીકેજની મરામત ન થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો.

શહેરના ન્યૂ વીઆઇપી રોડ સ્થિત ખોડિયારનગર ચોકડી પાસેના મુખ્ય માર્ગના ખુણામાં રોડ પરની પાણીની લાઇનમાં લીકેજ થયું હતું. પાણીની લાઇનના વાલ્વને નુકશાન થતાં પાણી રોડ પર રેલાયુ હતુ અને તેની જાણ પાલિકાના સત્તાધીશોને થઇ ન હતી.

તેવી જ રીતે, સુરસાગર પાસે આવેલા મરીમાતાના ખાંચાની બહાર જ પાણીની લાઇનમાં ભંગાણ પડતા હજારો લિટર પાણી રોડ પર રેલાયુ હતુ અને તેનો વેડફાટ ગટરમાં થયો હતો. અા મામલે કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વેએ પાલિકાના સંબધિત અધિકારીઓનું ધ્યાન દોર્યુ હતુ પરંતુ કોઇ કાર્યવાહી થઇ શકી ન હતી.

આ અગાઉ પણ શહેરના અન્ય કેટલાક વિસ્તારોમાં લીકેજની યોગ્ય રીતે મરામત ના થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો જેના પગલે પાલિકા તંત્રમાં અફરાંતફરીનો માહોલ સર્જાયો હતો એમ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો