તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News New Delhi Ahmedabad Gujarat Has Been Hit By Heavy Snowfall In Himachal For The Past Few Days 075612

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી/અમદાવાદ| છેલ્લા કેટલાક દિવસથી હિમાચલમાં ભારે હિમવર્ષાને પગલે ગુજરાતમાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી/અમદાવાદ| છેલ્લા કેટલાક દિવસથી હિમાચલમાં ભારે હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. શુક્રવારે રાજ્યનાં 6 શહેરોમાં 10 ડિગ્રી કરતા ઓછું તાપમાન નોંધાયું હતું. વડોદરાના જાંબુઆ બ્રિજ પાસે 1 યુવકનું મોત થતા રાજ્યમાં ઠંડીથી પ્રથમ મોતનો અહેવાલ છે. નલિયામાં સૌથી ઓછું 4.2, ડીસામાં 6.1 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. અમદાવાદ સહિત શહેરોમાં ઠંડા પવનોની અસર વર્તાતી હતી. ...અનુસંધાન પાના નં. 13જેના પગલે રાજ્યના 6 શહેરમાં સતત બીજા દિવસે લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જો કે શનિવારે તાપમાનમાં નજીવો વધારો થવા છતાં 12થી 15 કિલોમીટરની ઝડપે ઉત્તર પૂર્વના ઠંડા પવન ફૂંકાવાના કારણે દિવસભર લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા.

વધુમાં હાલ અફઘાનિસ્તાન અને તેની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે. જે પાકિસ્તાન થઈ ભારત તરફ આગળ વધી રહી છે. જેના કારણે શનિવારથી તાપમાનમાં વધારો નોંધાશે અને રવિવારે લઘુતમ તાપમાન 14થી 15 ડિગ્રી સુધી પહોંચી શકે છે. વધુમાં આ સિસ્ટમના પગલે રવિવારથી જ પવનની દિશા બદલાવાની સાથે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન ફૂંકાશે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે સોમવારે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. તેમાં પણ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર અને કચ્છ વિસ્તારમાં માવઠું પડે તેવી શક્યતા છે.

શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી 4.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા ખાતે નોંધાઈ હતી. આ ઉપરાંત 6.1 ડિગ્રી સાથે ડીસા, 8.3 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ વિસ્તાર, 8.6 ડિગ્રી સાથે ભુજ, 9.4 ડિગ્રી સાથે કેશોદ, 9.9 ડિગ્રી સાથે રાજકોટ, 10.2 ડિગ્રી સાથે વડોદરા તેમજ 10.4 ડિગ્રી સાથે અમરેલી ખાતે પણ વધુ ઠંડી નોંધાઈ હતી. જ્યારે અમદાવાદમાં પણ લઘુતમ તાપમાન 10.1 ડિગ્રી નોંધાવાની સાથે ઝડપી ઠંડા પવનની અસર હેઠળ શહેરીજનો દિવસભર હાડ થીજવતી ઠંડીમાં ઠુંઠવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો