Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોત્રીમાં રસ્તામાં પાણી ભરાવાના મુદ્દે પાડોશી બાખડ્યા
ગોત્રીમાં પૂજા ટેનામેન્ટમાં રસ્તા પર પાણી ભરાવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે મારામારી થતાં પોલીસે સામ સામે ગુનો નોંધ્યો હતો.
પૂજા ટેનામેન્ટમાં રહેતા મુકુંદ શ્રીરામ ખોન્ડેએ પાડોશી ભાવિક ત્રિવેદી, તેમના પત્ની તથા પુત્ર સામે પોલીસમાં ફરિયાદ કરી હતી કે, ધુળેટીએ આ લોકો પાણીથી રસ્તો ધોતા હતા, જેથી ખાબોચીયું ભરાતા તેમને તે અંગે રોકટોક કરી હતી. જેથી ત્રણેયે ગડદા-પાટુનો માર મારતાં પાંચ દાંત તૂટી ગયા હતા.
સામે પક્ષે ભાવિક ત્રિવેદીએ પોલીસમાં મુકુંદ ખોન્ડે, તેમના પત્ની અને પુત્રી સામે ફરિયાદ કરી હતી કે તેમના ઘરે કન્સ્ટ્રકશનનું કામ કરાવ્યું હોવાથી રસ્તા પર રેતી-કચરો પડયો હતો. તેમણે પાણીથી રસ્તો સાફ કર્યો હતો. ત્યારબાદ મુકુંદ ખોડેએ ખાડાનું પાણી ઉછાળી તેમની ગાડીને લાત મારી હતી, જેથી તે કહેવા જતાં ત્રણેય જણાએ છુટા હાથની મારામારી કરી તેમની પત્નીનાં કપડાં ફાડી નાખ્યા હતા. મુકુન્દ ખોન્ડેએ કમ્પાઉન્ડમાં આવી ફરીથી મારામારી કરી તેમના પુત્રને પણ માર માર્યો હતો.