તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Naxalism Has Become Urban Maharashtra Gujarat And Andhra Pradesh 041137

નક્સલવાદ અર્બન બન્યો છે : મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશ સુધી પહોંચ્યો છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમબંગાળના એક નાનકડા ગામ નક્સલવાડીમાંથી નક્સલવાદની શરૂઆત થઇ હતી. જેના પ્રણેતા કનુ સન્યાલ સહિત અન્ય બે સાથીઓ હતા. પરંતુ આ નક્સલવાદે ત્યારબાદ બંગાળમાંથી ખસીને છત્તીસગઢમાં પોતાનું સામ્રાજય જમાવી દીધુ હતું. થોડા સમયથી છત્તીસગઢમાં ચાલી રહેલી લડાઇના કારણે નક્સલવાદીઓએ પોતાનું સામ્રાજય દેશના અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં ફેલાવ્યું છે. હાથમાં બંદુક ધરાવતા આદિવાસીઓને જ આપણે નક્સલવાદીઓ તરીકે ઓળખતા હોઇએ છીએ. પરંતુ તે ખોટું છે. અર્બન નક્સલવાદમાં શિક્ષીત લોકો પણ તેનો ભાગ બની રહ્યા છે, જેના વિશે જાગૃતતા લાવવી જરૂરી છે. તેમ પ્રો. પ્રસન્ન દેશપાંડેએ જણાવ્યું હતુ. એમએસયુના ભારતીય વિચારમંચ વડોદરા દ્વારા અર્બન નક્સલ, ક્યું, કહાં અને કબસે વિષય લેક્ચર યોજાયો હતો જેમાં વક્તા તરીકે પ્રસન્ન દેશપાંડે ઉપસ્થિત રહ્યા હતા અને માર્કસવાદી અને સામ્યવાદી વિચારધારાઓ વિશે ચર્ચા કરી હતી.

City Talk

ભારતીય આર્થિક અને પારિવારિક મૂલ્યો પર ખતરો ઊભો થઇ રહ્યો છે
પ્રો. દેશપાંડેએ જણાવ્યું હતું કે, વિદેશની 21 એજન્સીના 2 હજાર લોકો એન્ટિ ઇન્ડિયા એક્ટીવીઝમ પર કામ કરી રહ્યા છે. કારણ કે ભારત તે લોકો માટે એક પોટેન્શિયલ માર્કેટ છે. અહી તે લોકો ભારતની એકતાને તોડી શકે તેમ છે. આ‌વું થવાથી ભારતના આર્થિક અને પારિવારિક મુલ્યો પર ખતરો ઉભો થયો છે. હાર્વડ યુનિ.ના વિભાગ ભારતીય શાસ્ત્રોને પોતાની ભાષામાં અનુવાદ કરી રહ્યા છે. ભવિષ્યમાં આપણે આપણું જ સાહિત્ય ખરીદવું પડશે.

અન્ય સમાચારો પણ છે...