તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Navratri Will Increase The Harassment Of Cattle Traders In The City 072650

નવરાત્રિમાં શહેરમાં રખડતા ઢોરોના ત્રાસમાં વધારો થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકા સંચાલિત ઢોરવાડા ફુલ થઇ જતાં નવરાત્રિમાં રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા વધુ વિકટ કરે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ પાલિકાની ઢોરપાર્ટીએ રખડતા ઢોર પકડવાની કામગીરી બંધ રાખી હતી અને થોડા સમય અગાઉ પુન: શરૂ કરી હતી. જોકે, ખાસવાડી, લાલબાગ સહિતના ઢોરવાડામાં હાલમાં 600થી વધુ ઢોર પૂરાઇ રહ્યા છે અને હવે એકપણ વધારાનું ઢોર ત્યાં રાખી શકાય નહીં તેવી સ્થિતિ ઉભી થઇ છે. અત્રે નોંધનીય છે, ઢોરવાડા પર ઢોરોનું ભારણ ઓછુ થાય તે માટે પાલિકાએ ઢોર દીઠ રૂા.2500 મુજબ ચૂકવણુ કરવા માટે સ્કીમ અમલમાં મૂકી છે પરંતુ તેને હજી સુધી પ્રતિસાદ સાંપડયો નથી.

નવરાત્રિના પર્વનો પ્રારંભ રવિવારથી થઇ ચૂકયો છે ત્યારે ખૈલેયાઓને રાતે રખડતા ઢોરનો સામનો કરવો પડે તેવી ગંભીર પરિસ્થિતિનુ નિર્માણ થયું છે. શહેરના ગોરવા, સુભાનપુરા, જેપી રોડ, ન્યૂવીઆઇપી રોડ, સયાજીપુરા, વાઘોડિયા રોડ,ગોત્રી, મકરપુરા,તરસાલી,વડસર,હરણી વારસિયા રીંગ રોડ, કિશનવાડી, આજવા રોડ, સમા, નિઝામપુરા, છાણી, નવાયાર્ડ , દિવાળીપુરા, વાસણા વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યાએ માઝા મૂકી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, પાલિકા સંચાલિત ઢોરવાડામાં વધુ ઢોર રાખવાની ક્ષમતા પૂરી થતાં ઢોરપાર્ટીએ રોડ પરથી ઢોર પકડવાનું બંધ કરી દીધું છે અને માત્ર પેટ્રોલીંગ પૂરતી જ કામગીરી હાથ પર લીધી છે.

અન્ય સમાચારો પણ છે...