તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાવેદ, રોહન, શોહેલ, કૌશિક, મુનાફ બોડીબિલ્ડિંગમાં પ્રથમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિટી રિપોર્ટર | વડોદરા ડિસ્ટ્રિક્ટ બોડીબિલ્ડિંગ એસોસિએશન દ્વારા જીપીએસ સ્કૂલમાં બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશિપ યોજાઇ હતી. જેમાં બોડી ફિટનેસ જીમનાં ખેલાડીઓઅે પણ અલગ-અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં નાવેદ સિંધી જૂનિયર 55થી 60 કિગ્રામાં પ્રથમ, મુનાફ મન્સુરી સિનિયરમાં 60થી 65 કિગ્રામાં પ્રથમ, મેન ફિઝિક્સમાં બીજા ક્રમે, રોહન ચૌધરી સિનિયર 80થી 85 કિગ્રામાં પ્રથમ, સાહિલ શેખ જુનિયર 60થી 65 કિગ્રામાં ચોથા ક્રમાંકે, શાહનવાઝ પઠાણ જુનિયર 70 થી 75 કિગ્રામાં ત્રીજા ક્રમાંકે, શોહેલ મેમન મેનફિઝિક્સમાં પ્રથમ તેમજ કૌશિક સોલંકી 75થી 80 કિગ્રામાં પ્રથમ રહી ચેમ્પિયન ઓફ ચેમ્પિયનો ખિતાબ હાંસલ કર્યો હતો. આ ખેલાડીઓ કોચ સમીર પઠાણ પાસે તાલીમ લઇ રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...