તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રમુખની લાગણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતીય કિસાન સંઘના 12મો ત્રિ-વાર્ષિક અધિવેશનમાં રવિવારના રોજ ખેડુતોના ઉત્થાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રમુખે ખેડુતોને ખેતી ઉપરાંત દુધનો વ્યવસાય કરીને તેને આવકનો મુખ્ય સ્ત્રોત બનાવવા જણાવ્યું હતું.

કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રમુખ એસ.એમ.બસ્વેઘોડાના જણાવ્યા અનુસાર,ભારત સહિત દુનિયાભરમાં દુધની માંગ નિરંતર વધી રહી છે. જ્યારે ભારત દુધના ઉત્પાદન ક્ષેત્રમાં પ્રથમ સ્થાનમાં આવે છે. દેશના 7.5 કરોડ પરિવાર દુધના વ્યવસાય સાથે જોડાયેલા છે. હાલમાં દેશમાં 1760 લાખ ટન દુધનું ઉત્પાન થઈ રહ્યું છે.જેને 2024 સુધી વધારીને 3 લાખ ટન કરવાનું લક્ષ્ય છે. દેશનો ખેડુત દુધનો વ્યવસાય અપનાવે તો તેનો વિકાસ ઝડપથી થઈ શકે છે.

દેશમાં ત્રણ લાખ ટન દૂધની જરૂર પડવાની છે, ખેડૂતો દૂધનો વ્યવસાય પણ અપનાવે
કિસાન સંઘના રાષ્ટ્રીય મહામંત્રી બદ્રીનારાયણ ચૌધરીએ જણાવ્યું કે,દેશમાં નકલી કેમીકલ યુક્ત દુધનો વેપાર ફુલ્યોફાલ્યો છે. સરકાર દ્વારા આ મામલે અનેક લોકોની ધરપકડ કરી છે.પરંતું શુધ્ધ દુધ ન મળવાના કારણે ગંભીર બિમારીઓ થઈ રહી છે. કેમીકલ યુક્ત દુધના વેચાણથી દુધ ખેડુતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યો.

દુધના નામે સફેદ પ્રવાહી વેચતા લોકોને આકરો દંડ કરો .

દુધનું સમર્થન મુલ્ય ઘોષીત કરવામાં આવે

દુધ ઉત્પાદકોના સમુહો અને ક્લસ્ટર બનાવા જોઈએ

ગાય,બકરી અને ઊંટના દુધને પણ માર્કેટમાં વેચવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો