તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રીય કક્ષાના હોકી પ્લેયરનો મિત્રના ઘેર આપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંજલપુર સ્પોટ્સ કોમ્પ્લેક્ષમાં રહેતા અને સ્પોટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એકેડમી હેઠળ હોકી રમતા રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીએ મિત્રના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

માણેજા ક્રોસીંગ પાસે સી-30, પવિત્ર ટાઉનશિપના રહેવાસી અને હાલ માંજલપુરમાં આવેલ સ્પોટ્સ કોમ્પ્લેક્ષમાં રૂમ નંબર-3માં રહેતા 22 વર્ષિય હોકી પ્લેયર વિવેક સુહાષભાઇ પાંડેનો જ્યુપિટર ક્રોસીંગ પાસે આવેલા પંડિત દીન દયાલ આવાસમાં રહેતા મિત્રના ઘરેથી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે રૂમ તોડીને મૃતદેહ કબજો કર્યો હતો. રૂમમાંથી લોહીના ડાઘા મળી આવ્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગતરોજ 12 વાગ્યાની અાસપાસ આપઘાત કર્યો હોવાનું અનુમાન છે.શરીર ડિકમ્પોઝ થતું હોવાને કારણે શરીરની અાસપાસ લોહીના ડાઘા મળ્યા હતા. વિવેક પાંડેએ કયા કારણોસર આપઘાત કરી લીધો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

ખેલ મહાકુંભ માટે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં રહી પ્રેક્ટિસ કરતો
વિવેક મ.સ.યુનિ.માં એસ.વાય.બી.એ.નો અભ્યાસ કરતો હતો. તાજેતરમાં તે એમ.એસ.યુનિવર્સિટીમાંથી રમ્યો હતો. હોકી ટીમનો મીડ ખેલાડી હતો. આ ઉપરાંત તે ગ્વાલિયર ખાતે પણ રમીને આવ્યો હતો. તે રાષ્ટ્રીય કક્ષાનો ખેલાડી હતો. હાલ તે ખેલ મહાકુંભ માટેની તૈયારી કરતો હતો. આથી તે ઘરે પણ આવતો ન હતો. અને માંજલપુર સ્પોટ્સ કોમ્પ્લેક્ષમાં જ રહી હોકીની પ્રેક્ટિસ કરતો હતો.

વિવેકે હોકી સ્ટિક પર લખ્યું હતું
હોકી માય લાઇફ
વિવેકના પિતા સુહાષભાઇ પાંડેએ જણાવ્યું હતું કે, વિવેક મારો એકનો એક પુત્ર હતો. અને તે માંજલપુર સ્પોટ્સ કોમ્પ્લેક્ષમાં રહેતો હતો. અને એસ.એ.જી.માં રમતો હતો. છેલ્લા 10 વર્ષથી તે હોકી રમે છે. તેને પોતાની હોકી સ્ટીક પર હોકી માય લાઇફ લખેલું છે. તેણે આ પગલું કમરના દુઃખાવાથી ત્રાસીને ભર્યું હોય તેમ મને લાગે છે.વિવેક સ્ટેટ અને નેશનલ કક્ષાની 13 થી વધુ ટુર્નામેન્ટ રમી ચુક્યો છે.

મમ્મી સાથે ની વાતમાં કમરના દુ:ખાવાની ફરિયાદ કરી હતી
છેલ્લે તેની સાથે ગત શનિવારે રાત્રે 10 વાગ્યે ફોન ઉપર વાત થઇ હતી. આ સાથે તેને તેની મમ્મી કલાવતીબહેન સાથે પણ વાત થઇ હતી. તેને તેની મમ્મીને પણ કમરના દુઃખાવાની ફરિયાદ કરી હતી.રવિવારે સવારે ઘરે અાવવાનું જણાવ્યું હતું. રવિવારે સવારે પુત્ર ન દેખાતા સાંજે અાવશે તેમ વિચાર્યું હતું.પરંતુ મોડી રાત સુધી કોઇ સગડ ન મળતા તેના મિત્રોને જાણ કરાઇ હતી.અાખરે વાત પોલીસ સુધી પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...