યોગથી શારીરિક અને માનસિક વિકાસ વિષયે નેશનલ કોન્ફરન્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ઇન્ટરનલ ક્વાલિટી એશ્યોરન્સ સેલ અને ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્નમેન્ટલ સ્ટડીઝ અને યોગ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે 14 એપ્રિલ 2019ને રવિવારના રોજ સાયન્સ અને ટેક્નોલોજી ઓફ યોગ વિષય પર નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્નમેન્ટલ સ્ટડીઝ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કર્યા બાદ ભારતભરમાંથી કોઇપણ ભાગ લઇ શકશે. સવારના 9 વાગ્યેથી સાંજના 5.30 કલાક સુધી ચાલનાર આ કાર્યક્રમમાં પેટ્રન તરીકે યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસ ભૂમિકા ભજવશે. કોન્ફરન્સની થીમ યોગના સાયન્ટિફિક પરિણામો, યોગ દ્વારા શારીરિક-માનસિક વિકાસ અને સામાન્ય રોગોના નિદાનમાં યોગના ફાયદા રાખવામાં આવી છે.

Conferance on Yog

અન્ય સમાચારો પણ છે...