તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Nari Is Not Abla She Is Strong She Is The Form Of Maa Durga Lakshmi And Saraswati Bharti Shriji 080033

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારી અબળા નથી તે બળવાન છે, તે મા દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીનું સ્વરૂપ છે : ભારતી શ્રીજી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

_photocaption_સ્વયં એક પહેચાન, બીઇંગ વુમન એવોર્ડ મેળવનાર 8 મહિલાઓ અને ભારતી શ્રીજી.*photocaption*

award ceremony
સિટી રિપોર્ટર . વડોદરા


સત્પ્રેરણા ફેસ્ટિવલ બિયોન્ડ ઈમેજીનેશન દ્વારા પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજીના હસ્થે સ્વયં એક પહેચાન, બીઇંગ વુમન એવોર્ડ દ્વારા દેશભરની 8 મહિલાઓને નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજીએ જણાવ્યું હતું કે મહિલાઓએ ક્યારેય પોતાને અબળા ના સમજવું જોઈએ. નારી જ માં દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીનું સ્વરૂપ છે. જે ઘરમાં નારીનું સન્માન નથી થતું ત્યાં દરિદ્રતા નિવાસ કરે છે. આધુનિક સમયમાં મહિલાઓ અવકાશની યાત્રા કરીને આવી છે ત્યારે મહિલાઓએ સતત કાર્યશીલ રહેવું જોઈએ. શહેરમાં પહેલીવાર સત્પ્રેરણા દ્વારા ફોર્મ્યુલા 4 મહિલા રેસર મીરા એરડા, મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો ખિતાબ જીતનારી આયુષી ધોળકિયા, સ્ટીલફર સીસ્ટમ પ્રા. લિ.ના સી.ઈ.ઓ. વૈશાલી પાટીલ, વર્લ્ડ હીલિંગ સોસાયટી ફાઉન્ડેશનના ફાઉન્ડર ડો.અર્પિતા ચેટર્જી, રોડીઝ સુપર હીરો ભર્ગસેતુ શર્મા, નક્ષત્ર આયુવેદમ્ ના કો-ફાઉન્ડર ડો.શેફાલી પંડ્યા, SPUના સોશિયલ વર્ક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર શર્મિષ્ઠા સોલંકી અને ન્યુરોગાઈડના ફાઉન્ડર પૂજા સરણને સ્વયં એક પહેચાન, બીઇંગ વુમન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો