તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાએ વેરાની આવક 400 કરોડને પાર કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલિકાની વેરાની આવક 400 કરોડ રૂપિયાને પાર કરી ગઇ છે.આગામી દિવસોમાં રહેણાક મિલકતોના બાકીદારો પાસેથી વસૂલાત કરવા પાણી- ડ્રેનેજનાં જોડાણો કાપી નાંખવામાં આવનાર છે.

પાલિકાએ રૂા.50 હજારથી વધુ રકમના બાકીદારોની કોમર્શિયલ મિલકત સીલ કરવાની ઝુંબેશ ઉપાડી છે. ગત શનિવારથી શરૂ કરાયેલી અા ઝુંબેશ શુક્રવારે પણ આગળ ધપી હતી અને વધુ 142 મિલકત સીલ કરવામાં આવી હતી. જેમાં, વહીવટી વોર્ડ નંબર 1માં 9, નં. 2માં 18, ન. 5માં 12, નં. 6માં 30, નં.7માં 14, નં. 8માં 8, નં. 9માં 12,ન. 10માં 23, નં. 11માં 16 મિલકત સીલ કરવામાં આવી હતી. જોકે, 82 મિલકતોનાં સીલ રૂા. 72.88 લાખ જેવી રકમ જમા થતાં ખોલી નાંખવામાં આવ્યાં હતાં.

શુક્રવારે પાલિકાના ચોપડે મિલકતવેરા પેટે રૂા.91.34 લાખ, વ્યવસાયવેરા પેટે રૂા.62.06 લાખ, વાહનકર પેટે રૂા.4.84 લાખ જમા થતાં અેક દિવસમાં 1.58 કરોડની આવક થઇ હતી અને તેની સાથે 478 કરોડના લક્ષ્યાંક સામે 402 કરોડ ભેગા કરવામાં સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો