તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Municipal Cctv Camera Will Be Installed On River Bridge Of Vishwamitri 075126

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વામિત્રીના રિવરબ્રિજ પર પાલિકા CCTV કેમેરા લગાડશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડસર કલાલી રોડ પરના રિવર બ્રિજ પરથી નદીમાં કચરો ઠાલવવાનુ કાવતરુ ઝડપાયા બાદ તેવા લોકો પર નજર રાખવા આગામી ત્રણ મહિનામાં તમામ રિવરબ્રિજ પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવનાર છે.

શહેરના નાગરવાડા વિસ્તારમાં વિશ્વામિત્રી નદી પર રિવર બ્રિજ છે અને ત્યાં ભૂતકાળમાં સીસી ટીવી કેમેરો લગાડવામાં આવ્યો હતો પરંતુ ત્યાંથી કેમેરો ચોરી થઇ ગયો હતો. વિશ્વામિત્રી નદીને મૂળ સ્વરૂપમાં જાળવવાની દિશામાં પાલિકાએ કવાયત શરૂ કરી છે અને રાજય સરકારે પણ તેના માટે લીલી ઝંડી આપી છે. વિશ્વામિત્રી નદી ગટર ગંગાની હાલતમાં મૂકાઇ ગઇ છે ત્યારે તેને ચોખ્ખી કરવાની તાતી જરૂર છે.

તાજેતરમાં વડસર કલાલી રોડ પરના વિશ્વામિત્રી રિવર બ્રિજ પરથી 25 જેટલા પ્લાસ્ટિકની થેલીઓ નદીમાં ઠલવાઇ હતી અને તેમાં વિધી ટ્રાન્સપોર્ટના સંચાલક અનિલ ઠક્કરને 1 લાખ રૂપિયાનો દંડ પાલિકાના પશ્ચિમ ઝોનના વહીવટી વોર્ડ નંબર 11 તરફથી ફટકાર્યો હતો. અાવી ઘટનાઓ વારંવાર ના ઘટે અને જે કોઇ નદીને પ્રદુષિત કરે તેના પર ચાંપતી નજર રાખવા માટે પાલિકાઅે તમામ રિવરબ્રિજ પર સીસી ટીવી કેમેરા લગાડવાનો નિર્ણય કર્યો છે.

પાલિકાના ડેપ્યુટી કમિશનર સુધીર પટેલે જણાવ્યું હતું કે, બને ત્યાં સુધી બ્રિજના બંને છેડા પર સીસી ટીવી કેમેરા લગાડવામાં આવશે અને તેનાથી બંને બાજુના ફુટેજ મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો