તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણોતધારા : 173 કેસોમાં 19.99 કરોડનો દંડ વસૂલાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સરકારના પરીપત્ર પ્રમાણે વર્ષ 2012 પહેલા બિન ખેડૂત અથવા વિલથી જેમને ખેતીની જમીન લીધી હોય તેવા વ્યક્તિઓઅે જમીન બીજા ખેડૂતને વેચાણ આપે તો દંડ પેટે વેચાણના 10 ટકા રકમ સરકારને આપવા પડે છે. તો જ આ જમીન રેગ્યુલાઈઝ થાય છે. ગણોતધારાની કલમ 63 અેબી હેઠળના પરીપત્ર મુજબ છેલ્લા 2 વર્ષમાં તંત્રઅે 173 કેસોમાં કુલ રૂ.19.99 કરોડ રૂપીયાનો દંડ વસુલ કર્યો છે.

શહેરની વિવિધ મામલતદાર કચેરીઓના પ્રમાણે વર્ષ 2018-19માં સૌથી વધુ વડોદરા ગ્રામ્યમાં 49 કેસ નોંધાયા છે. જેમાં તંત્રને 5.29 કરોડની આવક થઈ છે. જ્યારે વડોદરા પશ્ચિમ કચેરીને 19 કેસોમાં રૂ.6.01 કરોડની આવક, વડોદરા પૂર્વ કચેરીને 6 કેસોમાં 4.45 કરોડની આવક, વડોદરા દક્ષિણ કચેરીને 1 કેસમાં 25.14 લાખની આવક, વડોદરા ઉત્તર કચેરીને 3 કેસમાં 36.17 લાખની આવક થઈ છે. ઉપરાંત ડભોઈ મામલતદાર કચેરીમાં 13 કેસોમાં કુલ રૂ.14.35 લાખની આવક, સાવલી કચેરીને 17 કેસોમાં 32.86 લાખ, વાઘોડિયા કચેરીને 52 કેસોમાં 1.66 કરોડની આવક, પાદરા કચેરીને 1 કેસમાં 1.19 લાખ,કરજણ કચેરીને 12 કેસમાં 1.46 કરોડની આવક થઈ છે.

સૌથી વધુ વડોદરા ગ્રામ્યમાં 49 કેસ

દક્ષિણ કચેરીને 1 કેસમાં 25.14 લાખની આવક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો